News Continuous Bureau | Mumbai
કસરત કે વ્યાયામ, પ્રાણાયામ અને યોગાસન સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તે તો સૌ કોઈ જાણે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકોએ આ વસ્તુઓને પોતાની દિનચર્યામાં સામેલ કરે છે, તેમના બીમાર પડવાની શક્યતા ઘણી ઓછી હોય છે. ખાસ કરીને જો આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝની વાત કરીએ તો તેને કરવાથી આપણું શરીર લચીલું રહે છે અને તેના કારણે ઈજા થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે.
આમ તો સોશિયલ મીડિયા પર અવાર નવાર યોગ અને વ્યાયામ સાથે જોડાયેલા વીડિયો વાયરલ થતા રહે છે. તમે જોયું જ હશે કે ઘણા લોકો પાર્ક વગેરેમાં કસરત કરતા રહે છે. દરમિયાન સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી નદી પરના મોટા ઝાડના ઠુંઠા પર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરતી વખતે બેલેન્સ બગડતા વહેતી નદીમાં પડી જાય છે.
Go with the flow 😂 pic.twitter.com/BGZ120HZYL
— Wtf Scene (@wtf_scene) February 24, 2023
આ સમાચાર પણ વાંચો : બિયર લવર્સ માટે સારા સમાચાર.. હવે માત્ર બે મિનિટમાં ઘરે બેઠા જ તૈયાર થઈ જશે ઠંડી બિયર, આ દેશમાં આવી ગયો વિશ્વનો પહેલો બીયર પાવડર..
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી નદીના કિનારે હાથ અને પગની વાળીને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી રહી છે, પરંતુ જેવી તે એક હાથ ઉંચો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે અને તે નદીમાં પડે છે.