ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોના વાયરસના આવ્યા પછી લોકોની જીવનશૈલીમાં જ નહીં, પરંતુ કામ કરવાની રીતમાં પણ ઘણો બદલાવ આવી ગયો. કોરોના શરૂ થયો ત્યારથી લોકો ઘરેથી જ ઑફિસનું કામ કરી રહ્યા છે. જે ઘરેથી કામ કે વર્ક ફ્રોમ હોમ તરીકે પ્રચલિત થયું છે. જે આજે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.
એવામાં વર્ક ફ્રોમ હોમથી કામ કરતા પતિથી વ્યથિત થઈને એક પત્નીએ પોતાના પતિના સાહેબને લખેલ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તો ચાલો જાણીએ.
ખરેખર, આ પત્ર કર્મચારી મનોજના સાહેબ હર્ષ ગોયન્કાએ ટ્વિટર પર શૅર કર્યો છે. આમાં કર્મચારીની પત્નીએ લખ્યું છે કે
પ્રિય સાહેબ, હું તમારા કર્મચારી મનોજની પત્ની છું. હું તમને અપીલ કરું કે કૃપા કરીને હવે ઑફિસમાંથી કામ કરવાનું શરૂ કરો. તેણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જો હવે થોડા સમય વધારે ઘરેથી જ કામ ચાલુ રહ્યું તો અમારાં લગ્ન તૂટી જશે.
મહિલાએ આગળ લખ્યું છે કે તે દિવસમાં દસ વખત કૉફી પીએ છે, જુદા-જુદા રૂમમાં રહે છે અને દરેક વસ્તુ જેમ-તેમ રાખી દે છે. આ સિવાય તે સતત ખાવાનું માગે છે. મેં તેમને કામ દરમિયાન સૂતા જોયા છે. મારી પાસે પહેલાંથી જ બે બાળકો છે. જેની મારે સંભાળ લેવી પડશે. મને મદદ કરો, શુભેચ્છા.
આ રમૂજી પત્ર શૅર કરતાં હર્ષ ગોયન્કાએ લખ્યું કે મને ખબર નથી કે આ અંગે કેવી પ્રતિક્રિયા આપવી.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ? શું છે શૈક્ષણિક લાયકાત અને કેવી રહી છે અત્યાર સુધીની કારકિર્દી; જાણો અહીં