News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) દરેક વ્યક્તિએ સાંભળેલું વાક્ય છે કે મેં વડાપાવ ખાઈને દિવસો પસાર કર્યા છે. 23 ઓગસ્ટને વિશ્વ વડાપાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુંબઈગરાઓ સવારના નાસ્તાથી (breakfast)લઈને મધરાત્રી 3 વાગ્યા સુધી વડાપાવ ખાવાનું પસંદ કરે છે. અશોક વૈદ્યએ 1966માં દાદર સ્ટેશનની બહાર એક સ્ટોલ શરૂ કર્યો હતો. આ સ્ટોલમાં(stall) તેઓ પૌઆ, વડા અને આમલેટ પાવ વેચતા હતા, પછી એક દિવસ તેમણે નવો પ્રયોગ અજમાવ્યો અને પાવમાં ચટણી ઉમેરીને બટાકાવડા તેની વચ્ચે મૂકી ને વેચ્યા. વડાપાવ એટલો લોકપ્રિય(popular) થયો કે આજે વડાપાવ ગલી ગલીએ બધે વેચાય છે,.સાદા વડાપાવથી લઈને ચીઝ વડાપાવ, શેઝવાન વડાપાવ, મેયોનીઝ વડાપાવથી માંડીને સોનાના વડાપાવ સુધી, આ વડાપાવનો એટલો જોરદાર ક્રેઝ ઊભો થયો છે કે તે આજે બજારમાં વેચાય છે.
દુબઈવાસીઓએ(Dubai) પણ મુંબઈના વડાપાવની નોંધ લીધી. દુબઈમાં સોનાનો વડાપાવ(gold vada pav) 100 દિનાર એટલે કે 2 હજાર રૂપિયામાં વેચાય છે. ટ્રફલ બટર અને પનીર સાથે, આ વડાપાવ વાસ્તવિક 22 કેરેટ સોનાથી સજાવવામાં આવે છે. આ ગોલ્ડન વડાપાવ(golden vada pav) સોશિયલ મીડિયા પર પણ એટલો જ લોકપ્રિય છે. જ્યારે મિલ કામદારોની હડતાળ દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી, ત્યારે ઘણા મિલ કામદારોએ વડાપાવની ગાડીઓ શરૂ કરી હતી. આ વડાપાવ જે પહેલા 5 થી 10 રૂપિયામાં મળતો હતો તે હવે 15 થી 20 રૂપિયામાં વેચાય છે. વડાપાવનો દેખાવ ચોક્કસ બદલાઈ ગયો છે પરંતુ મુંબઈ અને વડાપાવનું સમીકરણ ક્યારેય બદલાશે નહીં એટલે વિદેશીઓ પણ ભારતીય વાનગીઓમાં (Indian food)વડાપાવનો ઉલ્લેખ કરવાનો આગ્રહ રાખે છે.
ચાલો જોઈએ મુંબઈના પ્રખ્યાત વડાપાવ સ્પોટ(Mumbai vada pav spot). તમારે ઓછામાં ઓછું એકવાર અહીં ગરમ વડાપાવ અજમાવવો જોઈએ.
1. અશોક વડા પાવ
સ્થળ – કીર્તિ કોલેજ
દાદરમાં કીર્તિ કોલેજ(Kirti collage) પાસે આવેલ અશોક વડાપાવ એ મુંબઈના પ્રખ્યાત વડાપાવમાંનું એક છે. આ વડાપાવ અહીં છેલ્લા 35 વર્ષથી વેચાય છે. અનેક સેલિબ્રિટીઓએ પણ આ વડાપાવની મજા માણી છે. અશોક વડા પાવમાં ઉપલબ્ધ ચૂરા પાવ પણ ખાણીપીણીના પ્રેમીઓમાં પ્રિય છે.
2. સમ્રાટ વડાપાવ (પાર્લેશ્વર)
સ્થળ – વિલેપાર્લે પૂર્વ
કિંમત – રૂ.20 થી શરૂ થાય છે
સમ્રાટ વડા પાવ, જે વિલેપાર્લે સ્ટેશનથી(vile parle station) માત્ર થોડા જ અંતરે આવેલું છે, તમે પરંપરાગત વડાપાવ સિવાય વિવિધ પ્રકારના વડાપાવ અજમાવી શકો છો જેમ કે ચીઝ વડા પાવ, શેઝવાન વડા પાવ, મસાલા પાવ.
3. ભાઉ વડાપાવ
સ્થળ – ભાંડુપ પશ્ચિમ
કિંમત – રૂ.20
ભાંડુપમાં (Bhandup)સૌથી પ્રખ્યાત વડાપાવ કેન્દ્ર ભાઉ વડાપાવ છે. અન્ય વડાપાવ કરતાં તે કદમાં થોડું મોટું હોવાથી, એક વડાપાવ પણ તમારું પેટ ભરી દેશે અને આ વડાપાવ સાથે ચૂરા પણ પીરસવામાં આવે છે.
4. આરામ વડા પાવ
સ્થળ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
કિંમત – રૂ.20
ઓગસ્ટ 1939 માં, તાંબે પરિવારે આરામ વડા પાવની શરૂઆત કરી. આરમ વડાપાવ સેન્ટરમાં શરૂઆતમાં માત્ર 5 રૂપિયામાં વડાપાવ મળતો હતો. હવે આ વડાપાવની કિંમત 20 રૂપિયા છે. એકવાર તમે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની(CST railway station) સામે સિગ્નલ પાર કરો, પછી તમને આરામ વડાપાવ સેન્ટર દેખાશે.
5. ગજાનન વડા પાવ
સ્થળ – થાણે પશ્ચિમ
કિંમત – રૂ. 15
ચટણી માટે લોકપ્રિય વડાપાવ એ થાણેનો (Thane)ગજાનન વડાપાવ છે. આ વડાપાવ થાણે સ્ટેશનની પશ્ચિમે ઉપલબ્ધ છે. આ વડાપાવ ખાવા માટે ખાનારાઓની ભારે ભીડ જોવા મળે છે. આ વડાપાવ સાથે લીલા મરચાની પેસ્ટ પણ પીરસવામાં આવે છે.
6. મસાલા વડા પાવ
સ્થળ – મુલુંડ
કિંમત – રૂ.25
મુલુંડમાં(Mulund) કાલિદાસ થિયેટર પાસે એક નાનકડો સ્ટોલ ઘણા વર્ષોથી મસાલા વડાપાવની આ અનોખી રેસીપી વેચે છે.
7. આનંદ વદ પાવ
સ્થળ- મીઠીબાઈ કોલેજની સામે
કિંમત – રૂ.25 થી શરૂ થાય છે
મુંબઈમાં સૌથી વધુ વખત સર્વશ્રેષ્ઠ વડાપાવનું બિરુદ મેળવનાર સ્થળ મીઠીબાઈ કોલેજની(Mithibai college) સામે આવેલ આનંદ સ્ટોલ છે. આ વડા પાવને પાવલા બટર અને તેમની વિશેષ ચટણી સાથે પીરસવામાં આવે છે. આ સિવાય તમે અહીં મેયોનીઝ, ચીઝ વડાપાવ, ગ્રીલ્ડ વડાપાવ પણ ટ્રાય કરી શકો છો.
8. બોરકર વડા પાવ
સ્થળ – ગિરગાંવ
ગિરગાંવનો બોરકર વડાપાવ પણ મુંબઈમાં પ્રખ્યાત વડાપાવ છે. આ વડાપાવ સાથે જે ચટણી આવે છે તે ખાવાના શોખીન લોકો ને ખૂબ જ પસંદ આવે છે. તમે ગિરગાંવ ચોપાટી(Girgaon chaupati) પર પણ આ વડાપાવની મજા માણી શકો છો.
આ સમાચાર પણ વાંચો : શેત્રુંજય પહાડ પર સિંહ દેખાતા ચિંતા – જુઓ વિડિયો