ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ઇતિહાસનું ઊંડું જ્ઞાન ધરાવતા પદ્મવિભૂષણ શિવશાહીર બાબાસાહેબ પુરંદરે 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સંદર્ભે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું છે કે મહત્વાકાંક્ષી અને કલાપ્રેમી માણસ કદી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થતો નથી. 99 વર્ષની ઉંમરે, ભગવાને મને ઘણું પ્રાપ્ત કરવાની શક્તિ આપી. હું પ્રયત્ન કરતો રહ્યો. છત્રપતિ શિવાજી મહારાજને સમજવા એ એક મોટો વિષય છે. એથી મેં તેમના વિશે અભ્યાસ કરીને, વાંચીને, લખીને કંઈક બનાવવાનો પ્રયાસ કર્યો છે. છતાં હજી ઘણું સમજવાનું બાકી છે. એથી જ હું 99 વર્ષની ઉંમરે ખુશ છું; પણ સંતોષ થયો નથી. મારો ભારતમાં પુનર્જન્મ થવો જોઈએ અને જે કાર્ય અધૂરું છે એ પૂર્ણ થવું જોઈએ.
શિવશાહીર બાબાસાહેબ પુરંદરે ૮૦ વર્ષની ઉંમર સુધી શિવચરિત્ર ફેલાવવાની કામગીરી કરી હતી. તેમણે પોતાના જીવનકાળમાં પાંચ લાખ કિલોમીટરની સફર કરી છે. ઉપરાંત 'રાજા શિવછત્રપતિ' પુસ્તકની 17 આવૃત્તિઓ બહાર પાડવા ઉપરાંત વિશ્વભરમાં25,000 પ્રવચનો પણ આપ્યાં છે. તેમણે એશિયાના બીજા ક્રમના મહાનાટક ‘જાણતા રાજા’ના ૧૨૦૦ જેટલા સફળ શો પણ કર્યા છે. તેમની જન્મશતાબ્દી નિમિત્તે મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી અને ઇતિહાસપ્રેમી મંડળ દ્વારા 99 દીવા પ્રગટાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુંબઈમાં લોકલમાં પ્રવાસ અને પ્રતિબંધો હળવા થવાની લોકોની આશા પર ફરી વળ્યું પાણી, જાણો કેમ
ઉલ્લેખનીય છે કે તેમના સન્માનમાં પ્રોફેસર અક્ષય શાહપુરકર અને 'શ્રીરંગ કલાદર્પણ'ના સાત કલાકારોએ 27 કલાકમાં 20 બાય 15 ફૂટની રંગોળી બનાવી હતી. રંગોળીમાં બાબાસાહેબનું ચિત્ર અને તેમના શિવચરિત્ર પ્રસારના પાસાને દર્શાવવામાં આવ્યું છે.