Site icon

1993 મુંબઈ બ્લાસ્ટના ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો-હજુ આટલા વર્ષ સુધી નહીં મળે જેલમાંથી મુક્તિ

News Continuous Bureau | Mumbai 

1993ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ(Mumbai serial blast)ના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમ(Abu Salem)ને સુપ્રીમ કોર્ટે(Supreme court) મોટો ઝટકો આપ્યો છે.

Join Our WhatsApp Community

કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે માંગ કરી હતી કે વર્ષ 2027માં 25 વર્ષની સજા પૂર્ણ થશે, માટે તેને જામીન આપવામાં આવે.  

કોર્ટે કહ્યું, સાલેમની મુક્તિ પર વિચાર કરવાનો સમય 2027માં નહીં 2030માં આવશે. કારણ કે, 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારે સરકાર જરૂરી નિર્ણય લેશે. 

મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટોમાં કોર્ટે અબુ સાલેમને દોષી ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.  

જો કે, પોર્ટુગલ(Portugal)થી તેને ભારત લાવનાર પ્રત્યાર્પણ સંધિ અનુસાર, અબુ સાલેમને મૃત્યુદંડ અથવા 25 વર્ષથી વધુની સજા થઈ શકે નહીં. 

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો

Naman Xana Mumbai: ૭૦૦ કરોડનું એક ઘર! મુંબઈના આ ટાવરમાં એવું તે શું છે કે અબજોપતિઓ લગાવી રહ્યા છે લાઈન? ભારતની સૌથી મોંઘી ડીલ
Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Exit mobile version