ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વેક્સિન ના ડોઝ ખતમ થઈ જવાના મામલે આજે એક નવી વાત બહાર આવી છે. મુંબઈમાં વેક્સિનેશન ડોઝ ની અછત સર્જાતા 26 પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે અને બીજા 26 વેક્સીનેશન સેન્ટર આજે રાત સુધીમાં બંધ થઈ જશે.
બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં ટોટલ 120 વેક્સીનેશન સેન્ટર છે. જેમાં પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર 73 છે આમાંથી 26, સેન્ટર બંધ થઈ ગયા છે 26 આજે રાત સુધી થશે અને બાકી બચેલા 21 સેન્ટર આવતીકાલે બંધ થઈ જશે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારની કોરોના વેક્સિનના મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સાથે વાતચીત પણ ચાલુ છે. કેન્દ્રીય મંત્રી પર ભેદભાવનો આરોપ મુકતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે જણાવે છે કે, રાજ્યના સતારા, સાંગલી અને પનવેલ જેવા વિસ્તારોમાં પણ વેક્સિનેશન આપવાનું કામ અટકી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રી મુકેલા આરોપના જવાબમાં કેન્દ્રીય મંત્રી કહે છે કે જે, રાજ્યોના અધિકારીઓ પોતાના રાજ્યમાં વૈશ્વિક મહામારી ને રોકી નથી શકતા એની નિષ્ફળતા નો દોષ બીજાના માથે મઢે છે.
ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આરોપ પ્રત્યારોપણ ના ખેલમાં ભોગવવું સામાન્ય જનતાએ પડે છે.
