ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ શહેરના દુકાનદારોને ગુડ ન્યુઝ આપ્યા છે. રાજ્ય સરકારે રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી જ્યારે કે મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે મુંબઈ શહેરની તમામ દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. આ ઉપરાંત મેડિકલ ની દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે.
પોતાના આદેશમાં મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે હોટલ અને રેસ્ટોરન્ટ સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહી શકશે. આ ઉપરાંત આદેશમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સંખ્યા ની મર્યાદા સંદર્ભે કોઇ ઉલ્લેખ કરાયો નથી.
મુંબઈ મહાનગરપાલિકાએ સ્વિમિંગ તેમજ અન્ય એવી રમતો જેમાં લોકો એકબીજાનાં સીધા સંપર્કમાં આવે છે તેને બાદ કરતાં ક્લબ હાઉસ અને અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી ને ચાલુ કરવાની પરવાનગી આપી દીધી છે.
ફિલ્મ શૂટિંગ ને પણ પૂર્ણપણે પરવાનગી આપવામાં આવી છે.
આમ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના દુકાનદારોને ઘણી મોટી રાહત આપી છે.