News Continuous Bureau | Mumbai
મુંબઈના પશ્ચિમ પરામાં(western suburbs) આવેલા અંધેરી અને ગોરેગાંવ (Andheri and Goregaon) વચ્ચેનું અંતર હવે મિનિટોમાં પાર પાડી શકાશે. મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) 31 વર્ષ પહેલા બનાવેલી યોજના હવે અમલમાં મુકવાની છે. અંધેરી અને ગોરેગાંવ વચ્ચેની ખાડી ઉપર કેબલ સ્ટેન્ડ બ્રિજ(Cable Stand Bridge) બાંધવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પુલને કારણે અંધેરીથી ગોરેગાવ વચ્ચેનું અંતર 20થી 25 મિનિટથી ઘટી જશે એવો પાલિકાનો દાવો છે.
અંધેરી-ગોરેગાવ વચ્ચે બાંધવામાં આવનારો કેબલ સ્ટેન્ડ બ્રિજ 500 મીટરનો હશે અને તે છ લાઈનનો હશે. આ પુલને કારણે નવા લિંક રોડ પરનો(New Link Road) ટ્રાફિક ઘટી જશે એવું માનવામાં આવે છે.
પાલિકાના 1991ના ડેવલપમેન્ટ પ્લાન(Development Plan) મુજબ તે સમયે 36.6 મીટર પહોળા બ્રિજ બનાવવાની દરખાસ્ત આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ અંધેરી-લોખંડવાલાથી મિલ્લતનગર નર્સરી(Millatnagar Nursery) સુધીનો રોડ બનાવવાનો હતો. બાદમાં પાલિકાએ ગોરેગામમાં શહીદ ભગતસિંહ નગર(Shaheed Bhagat Singh Nagar) અને મૌલાના ઝિયાઉદ્દી બુખારી રોડ(Maulana Ziauddin Bukhari Road) અને બેસ્ટ કોલોની રોડના જંકશન(Junction of Best Colony Road) વચ્ચે મિસિંગ લિંક વિકસાવાની યોજના બનાવી હતી.
આ સમાચાર પણ વાંચો: ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર
1991ના ડેવલપમેન્ટ પ્લાનની સાથે જ 2034ના ડેવલપમેન્ટ પ્લાનમાં આ રોડની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે પાલિકા આ યોજના આગળ વધારી રહી છે, જેમાં કનેક્ટેડ બ્રિજ ન્યુ લિંક રોડ(Connected Bridge New Link Road) પર ટ્રાફિકનું ભારણ ઘટાડશે.
ટેન્ડર મુજબ આ પુલ પાછળ પાલિકા લગભગ 418.35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ પુલ લગભગ ચાર વર્ષમાં બંધાઈને તૈયાર થશે.