ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લાં 30 વર્ષથી શાસન કરી રહેલી સત્તાધારી શિવસેના એક તરફ દેવામાં ડૂબેલી બેસ્ટને એમાંથી બહાર કાઢવાની મોટી મોટી વાત કરે છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી (MVA) સરકારના પક્ષો દ્વારા સોમવારના જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધમાં શિવસૈનિકોને કારણે જ બેસ્ટ ઉપક્રમને મોટો ફટકો પડ્યો હતો. બંધને કારણે સાંજ સુધી બેસ્ટની બસ ડેપોમાંથી બહાર નીકળી શકી નહોતી. પોતાના કર્મચારીઓને બહાર લેવા નીકળેલી બસની સુધ્ધાં તોડફોડ કરવામાં આવી હતી. સવારના સમયમાં 11 બસને તો નુકસાન થયું હતું. બેસ્ટમાં દરરોજ લગભગ 27 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એટલે એક દિવસની સરેરાશ બે કરોડની આવકથી પણ હાથ ધોવા પડ્યા હતા. પહેલાંથી બેસ્ટ ખોટમાં છે. હાલમાં જ બેસ્ટે 2022-23નું 2,236 કરોડ રૂપિયાની ખાદ્ય ધરાવતું બજેટ જાહેર કર્યું હતું. એમાં પાછું એક દિવસ બેસ્ટની બસ બંધ રહેતાં વધુ નુકસાન ઉમેરાયું હતું.
નવલી નવરાત્રીનું આજે સાતમું નોરતું, આ મંત્રથી કરો માતા કાળરાત્રિની પૂજા-અર્ચના