News Continuous Bureau | Mumbai`
બુધવાર, 31મી ઓગસ્ટથી ગણેશોત્સવનો(Ganeshotsav) પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગણેશ ભક્તોની સુવિધા(facility for Ganesh devotees) માટે, બેસ્ટ(BEST) દ્વારા મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) અને ગિરગાંવ ચોપાટી(Girgaon Chopati) વચ્ચે “નિલાંબરી”(Nilambari) બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપન ડેકવાળી આ બસ ડબલ ડેકર(Double decker) હશે. આ બસ દ્વારા મુંબઈના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની(historical and touristic places) મજા માણી શકાશે.
બેસ્ટ ઉપક્રમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગણેશોત્સવ દરમિયાન બ્લુ કલરની “નિલાંબરી” બસ સેવા ગણેશ ભક્તો માટે ઉપલબ્ધ હશે. આ બસો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી દોડશે. દર એક કલાકે આ બસ ભક્તો માટે દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: સેન્ટ્રલ રેલવેમાં એક બે કલાકનો નહીં પણ 25 કલાકનો મેગા બ્લોક-આ છે કારણ
બેસ્ટના જણાવ્યા મુજબ આ સેવા કોલાબામાં આવેલા નેશનલ મ્યુઝિયમથી(National Museum) શરૂ થશે અને ગેટવે ઓફ ઇન્ડિયા, નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ(Marine Drive,), ચર્ચગેટ(Churchgate), ગિરગાંવ ચોપાટી, ગિરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central), ભાયખલા, જીજામાતા ઉદ્યાન અને લાલબાગ થઈને મ્યુઝિયમમાં પરત આવશે. આ બસનું ભાડું અપર ડેક માટે 150 રૂપિયા અને નીચેના ડેકમાં બેસવા માટે 75 રૂપિયા હશે.