ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. પરંતુ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં કેટલા પ્રમાણમાં અને કયા વેરિયન્ટના દર્દી મળી રહ્યા છે, તે જાણીને તે મુજબ ઉપાયયોજના કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા તબક્કાવાર જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરી રહી છે.
તાજેતરમાં મુંબઈમાં નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગના છઠ્ઠા તબક્કાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 297 નમૂનામાંથી 35 ટકા એટલે કે 105 કેસ ડેલ્ટા વેરિયન્ટના તો 62 ટકા એટલે કે 183 નમૂના ડેલ્ટા ડેરિવેટીવના કેસ રહ્યા હતા. તો ફક્ત સાત કેસ એટલે કે બે ટકા દર્દી ઓમીક્રોનના હતા. જયારે બાકીના એક ટકા કેસ અન્ય વેરિયન્ટના હતા.
ઉંમર પ્રમાણે જોઈએ તો 297 દર્દીમાંથી 35 ટકા એટલે કે 103 દર્દી 21થી 40 એજ ગ્રુપના હતા. તો 27 ટકા એટલે કે 80 દર્દી એ 41થી 60 આ એજ ગ્રુપના હતા. તો 23 ટકા એટલે કે 68 દર્દી એ 61થી 80 વર્ષની વયના હતા.
વસઈમાં પરફ્યૂમની કંપનીમાં લાગી ભીષણ આગ, જાણો વિગત