News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ની હદમાં આવેલી તમામ દુકાનો, ઓફિસ સહિત તમામ એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં પાટિયાં મરાઠી ભાષા(Shop name board in Marathi)માં લખવાનું ફરજિયાત છે. અગાઉ તેની મુદત 17 મે, 2022 સુધીની હતી. પરંતુ હવે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ તેની ડેડલાઈ ૩૧ મે, ૨૦૨૨ સુધી લંબાવી દીધી છે.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યમાં તમામ દુકાનો અને ઓફિસનો નામ મરાઠી(shop and office name board in Marathi)માં મોટા અક્ષરે વંચાય એ રીતે લખવાનું ફરજિયાત કર્યું છે. રાજ્યના ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ(Subhash Desai)એ હાલમાં જ દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી ભાષામાં કરવા માટે એક મહિનાની મુદત આપી હતી. હવે પાલિકાના દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ વિભાગે મુંબઈની દુકાનોને પાટિયા પરના નામ મરાઠીમાં કરવા માટે ૩૧ મે સુધીની ડેડલાઈન(Dedline extended) વધારી આપી છે. તો દારૂનું વેચાણ કરનારી દુકાનદારોને કિલ્લા, મહાન વ્યક્તિઓના નામ આપ્યા હોય તેને બદલવા માટે ૩૦ જૂન સુધીની મુદત વધારી આપી છે.
આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો, આ બધા રસ્તાઓ આજે બંધ છે… જાણો વિગતે.
મુંબઈ(Mumbai)માં લગભગ પાંચ લાખથી વધુ દુકાનો છે. આ દુકાનોની બહાર લાગેલાં નામનાં પાટિયાં મરાઠી(Marathi Board)માં રાખવાનું અને બીજી ભાષામાં લખેલાં નામ કરતાં પહેલાં લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ મુજબ દરેક દુકાનના પ્રવેશદ્વાર પર નામનું બોર્ડ દેવનાગરી લિપિ(Devnagri Lipi)માં હોવું આવશ્યક છે.