Site icon

હેં!!! જાણીતી ટીવી ચેનલ કંપનીને મુંબઈના આ વિસ્તારમાં કરેલા ગેરકાયદે બાંધકામને મુદ્દે  BMCએ ફટકારી નોટિસ.જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

બહુ જલદી સોની ટીવીની(Sony TV) અમુક સિરિયલ(Serial) બંધ થઈ શકે છે કારણ કે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ મલાડ માં આવેલા તેના એક ગેરકાયદે સ્ટુડિયો(Illegal studio) સહિત બે બિલ્ડિંગને ગેરકાયદે બાંધકામ(Illegal construction) માટે નોટિસફટકારી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકાના (BMC)ના P-North વૉર્ડે દ્વારા જાણીતી ટીવી ચેનલ કંપની M/s Sony Pictures Network India Pvt Ltd અને તેના માલિક અશોક નિમ્બિસનને મલાડ પશ્ચિમ માં લિંક રોડ પર આવેલી ટેલિવિઝન ચેનલ ની ઓફિસ અને બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ તથા ફેરફાર કરવા બદલ નોટિસ ફટકારી છે. આ નોટિસ મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાવર પ્લાનિંગ એક્ટ (MRTP) એક્ટ, 1966 ની સંબંધિત કલમો હેઠળ આપવામાં આવી છે.

પાલિકાની નોટિસ મુજબ મલાડ(વેસ્ટ)માં જાણીતા મોલની પાછળ ઈન્ટરફેસ બિલ્ડિંગ સાતના ચાર ફ્લોરમાં 2,3,4 અને 5 માં કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું છે.  પાલિકાએ મોકલેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે તમે જમીન, જગ્યાનો ઉપયોગ કરી રહ્યા છો, તેમા કરેલા ફેરફાર પાલિકાએ આપેલી પરવાનગી અનુસાર નથી. અથવા પરવાનગી આપવામાં આવી હોય તેવી કોઈપણ શરત નું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું  છે. સૂચિબદ્ધ અનિયમિતતાઓ માં કેન્ટીન અને રસોડું, મેકઅપ રૂમ અને સર્વર રૂમને ઇલેક્ટ્રિક રૂમમાં બનાવવા માટે કવર કરવામાં આવેલ પેસેજ, સ્ટોરેજ અને એડિટિંગ રૂમ માટે ઉપયોગમાં લેવાતા કેબિન, મંજૂર પ્લાનની વિરુદ્ધ નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં ફરી માસ્ક ફરજિયાત? રાજ્ય સરકારને ઉતાવળ નથી પરંતુ BMC ટેન્શનમાં… જાણો વિગતે.

પાલિકાની નોટિસ મુજબ, કથિત બાંધકામ અને ફેરફાર ઇન્ટરફેસ બિલ્ડિંગ-7ના બીજાથી પાંચમા માળે છે. સોનીને અનધિકૃત વિકાસ ફેરફારોને પુનઃસ્થાપિત કરવા, પુનઃસ્થાપિત કરવા અથવા દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. તે માલિકોને સૂચના મળ્યાના એક મહિનાની અંદર પાલિકાની સંબંધિત ઓફિસને સંપર્ક કરવાની તેમને જાણ કરવાનું પ કહેવામાં આવ્યું છે.

નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાલિકાએ કરેલી સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ ગયા તો પાલિકા દ્વારા કંપનીના જોખમ અને ખર્ચ પર અનધિકૃત કામને તોડી પાડવામાં આવશે.

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મકરંદ દગડ ખૈરે(Makrand Dagad Khair) જણાવ્યું હતું કે કંપનીને નોટિસનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે તેઓએ નિયમિત કરવા માટે અરજી કરવી જોઈએ, નહીં તો તેને દૂર કરવામાં આવશે. સોની ટીવીના પ્રવક્તા તરફથી એક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગત 15 વર્ષ થી સોની ટીવી ની ઓફીસ અહીં કામ કરી રહી છે, તેમજ સોની ટીવી એક કાયદાના દાયરામાં રહી ને કામ કરનાર કંપની છે. આ નોટીસ સંદર્ભે કાયદાકીય અભ્યાસ ચાલી રહ્યોં છે અને યોગ્ય સ્તર પર તેનો જવાબ આપવામાં આવશે. પોતાના લેખીત નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે સોની ટીવીને ભૂતકાળમાં આવી કોઈ નોટીસ મળી નથી. 

 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version