ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
વિધવા મહિલાઓની મદદે મુંબઈ મહાનગરપાલિકા આગળ આવી છે. કોરોના મહામારીમાં જે મહિલાઓના પતિના મૃત્યુ થયા છે, તેવી ગરજુ મહિલાઓને આર્થિક દ્રષ્ટિએ સધ્ધર અને સ્વાવલંબી બનાવવા પાલિકા તરફથી ઘરઘંટી, સિલાઈમશીન જેવા સાધનો આપવામાં આવવાના છે.
વિધવા મહિલાઓની સાથે જ સામાન્ય વર્ગની મહિલા અને વિધવાઓ, છૂટાછેડા થયેલી મહિલાઓને તેમ જ 40 વર્ષથી ઉપરની અવિવાહિત મહિલાઓને આ સાધનો ઉપલબ્ધ કરી આપવામાં આવવાના છે. મુંબઈમાં દરેક નગરસેવકના વોર્ડમા ચાર ઘરઘંટી, પાંચ સિલાઈ મશીન જેવા સાધનો આપવામા આવવાના છે. પાલિકા આ મદદ જેન્ડર બજેટમાંથી મહિલાઓને સ્વયંરોજગાર ઉપલબ્ધ કરી આપવા કરવાની છે.
મુંબઈમાં શાળાઓ ક્યારથી ખુલશે? કોવિડ ટાસ્ક ફોર્સે આ કામ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની આપી સલાહ
દરેક વોર્ડમાં ચારના હિસાબે કુલ 908 ઘરઘંટી લેવામાં આવવાની છે, એક ઘરઘંટી કિંમત 20,061 છે. પાલિકા તે માટે 95 ટકા રકમ એટલે કે 19,058 રૂપિયાની મદદ કરશે. લાભાર્થીઓને 1,003 રૂપિયા ખર્ચવા પડશે. દરેક વોર્ડમાં પાંચ એમ કુલ 1135 સિલાઈ મશીન ખરીદવામાં આવવાના છે. એક મશીનની કિંમત 12,221 રૂપિયા છે. પાલિકા 95 ટકા એટલે કે કુલ 19,610 રૂપિયા ખર્ચશે.