Site icon

મુંબઈમાં ભાજપના “પોલ ખોલ” કેમ્પેઇનની વેન પર હુમલો, હુમલાખોર ફરાર.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

 ભારતીય જનતા પાર્ટી (BJP)ની 'પોલ ખોલ' અભિયાનનો પ્રચાર કરનારી વેન પર મંગળવારે, 19 એપ્રિલે સવારના ચેમ્બુર(Chembur) વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા(Attack)માં ચાર વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનો અંદાજ છે. 

Join Our WhatsApp Community

ચેમ્બુર પોલીસ(Chembur)ના કહેવા મુજબ હજી સુધી હુમલાખોર પોલીસને હાથે ચઢ્યા નથી. પરંતુ હુમલાખોરની ઓળખ પડી ગઈ હોવાનું પોલીસે(Police) જણાવ્યું હતું. મંગળવારે સવારના લગભગ 11 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : બે દિવસના ઘટાડા બાદ શેરબજારની મજબૂત શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; Sensex અને Nifty આટલા પોઇન્ટ ઉછળ્યા 

સત્તાધારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલવા ભાજપે(BJP) 'પોલ ખોલ' અભિયાન હાથ ધર્યું છે. જેનો ભાજપના  વરિષ્ઠ નેતા પ્રવીણ દરેકર (Pravin Darekar) અને પ્રસાદ લાડ (Prasad Lad)દ્વારા લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. ચેમ્બુર(Chembur)માં વેન(Van) પર થયેલા હુમલાને રાજ્યના વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સહિત વરિષ્ઠ નેતાઓએ વખોડી કાઢ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) પહેલા ભાજપે પાલિકામાં કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલવા  ભાજપે(BJP) આ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં આ મોબાઈલ વેન (Mobile Van)મુંબઈ(Mumbai)ના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને લોકોને સત્તાધારીઓએ 25 વર્ષમાં આચરેલા ભ્રષ્ટાચારથી વાકેફ કરશે એવો દાવો ભાજપે કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર પોલ ખોલ અભિયાન માટે ઓછામાં ઓછી 40 બસોનો ઉપયોગ કરવામાં આવવાનો છે. 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version