Site icon

પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે(Aaditya Thackeray)ના ડ્રીમ પ્રોજેક્ટ પર તવાઈ આવી છે. પવઈ તળાવ(Powai lake) પાસેના સાયકલ ટ્રેક પ્રોજેક્ટ(cycle track project)ને મુંબઈ હાઈકોર્ટે (Bombay High court)ગેરકાયદેસર જાહેર કર્યો છે. હાઈકોર્ટે સાયકલ ટ્રેકની સાથે જોગિંગ ટ્રેક(cycle track and jogging track)ના કામને  ગેરકાયદેસર ગણાવ્યું હતું. તેથી આદિત્ય ઠાકરેના આ ડ્રીમ પ્રોજેક્ટનું સપનું પડી ભાંગ્યું છે. જોકે પાલિકા હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં પવઈ તળાવ પાસે સાયકલ અને જોગિંગ ટ્રેક(Jogging track) શરૂ કરવાનો આદિત્ય ઠાકરેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. પવઈ તળાવ પર તેનું કામ પણ ચાલી રહ્યું છે. જોકે કોર્ટના ઓર્ડરને કારણે લાંબા સમયથી કામ બંધ હતું. પવઈ તળાવ પર ચાલી રહેલા કામ સામે આઈઆઈટીના વિદ્યાર્થીઓ(IIT students) ઓમકાર સુપેકર અને અભિષેક ત્રિપાઠીએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે આનાથી પર્યાવરણને ભારે નુકસાન થશે. પ્રોજેક્ટના કારણે અનેક વૃક્ષો કપાઈ જશે. અનેક દરિયાઈ જીવોને નુકસાન થશે. મેનગ્રોવ્ઝ પર બાંધકામ ચાલી રહ્યું હોવાની રજૂઆત પણ તેમણે કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની ચોપાટી પર બનશે નવા શૌચાલયો, BMC ખર્ચશે અધધ આટલા કરોડ…. જાણો વિગતે.

મુંબઈ હાઈકોર્ટે(Mumbai highcourt) અરજી પર સુનાવણી કરતા આ પ્રોજેક્ટને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. કોર્ટે અત્યાર સુધી થયેલા તમામ બાંધકામોને તોડીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ પણ આપ્યો હતો.

કોર્ટમાં કરવામાં આવેલી પીટીશન મુજબ મેનગ્રોવ્ઝની(Mangroves) જગ્યા પર આ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે અને તેના માટે તળાવમાં ભરણી કરવામાં આવશે. તેમજ આ કામમાં કેટલાક વૃક્ષો કાપવામાં(Tree cutting) આવશે. અરજદારોએ દાવો કર્યો છે કે આનાથી પર્યાવરણને નુકસાન થશે.

 

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version