News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) જેવા ઈન્ફ્રાસ્ટ્રકચરનું(infrastructure) કામ ફાસ્ટ ટ્રેકિંગ(Fast tracking) પર કરવાની ખાતરી જાપાનના(Japan) મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ(Consul General) ફુકાહોરી યુસુક્તાને(fukahori yusuke) આપી છે.
મહાવિકાસ આઘાડી સરકારના(MVA Govt) સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં અટકી પડ્યું હતું. હવે શિંદે-ફડણવીસની સરકાર(Maharashtra Govt) બનવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગતિ પકડી છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-વેસ્ટર્ન રેલવેએ આ 13 સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ વધારી-જાણો કઈ છે આ ટ્રેનો
બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ફાસ્ટ કોરીડોરમાં(Corridor) દોડવાની છે, જેની પ્રતિ કલાકે સ્પીડ 320 કિલોમીટરની હશે. આ ટ્રેન 508 કિલોમીટરનું અંતર તેના રૂટમાં કાપશે અને 12 સ્ટેશનો પર હોલ્ટ કરશે.
બુલેટ ટ્રેન મુંબઈ –અમદાવાદ વચ્ચેના બીઝી રૂટ પરનો પ્રવાસનો સમયગાળો હાલ જે છ કલાકનો છે તે ઘટાડીને ત્રણ કલાકનો કરી નાખવાની છે.