News Continuous Bureau | Mumbai
પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારાઓની જપ્ત કરેલી મિલકતની પાલિકા લિલામી કરે છે. પરંતુ એક કંપનીએ મુંબઈ મહાનગરપાલિકાને જ મૂર્ખ બનાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી કંપનીના બે હેલિકોપ્ટર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની લિલામી કરીને પાલિકા પૈસા વસૂલ કરવાની હતી. પરંતુ આ કંપનીએ હેલિકોપ્ટરના મુખ્ય પાર્ટસ કાઢી લીધા હોવાથી તેની વેલ્યુ ઘટી ગઈ છે.
આ કંપનીના આ કૃત્યને પગલે હવે પાલિકાના કે-વેસ્ટ વોર્ડે આ સંબંધે હેલિકોપ્ટર કંપની વિરુદ્ધ રિકવરીનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. અંધેરીની મેસ્કો એરલાઈન્સના બે હેલિકોપ્ટર પાલિકાએ ફેબ્રુઆરી 2020માં જપ્ત કર્યા હતા. એની લિલામી કરીને પાલિકાને 1.64 કરોડ રૂપિયા મળવાની શક્યતા હતી.
આ સમાચાર પણ વાંચો : મનસે ફરી આક્રમક, મુંબઈની IPLની બસની કરી આ કારણથી તોડફોડ; જાણો વિગતે…
પ્રોપર્ટી જપ્ત કર્યા બાદ તેને તપાસવામાં આવી હતી. આ દરમિયાન વેલ્યુઅરને ઈન્સપેકશનમાં એવુ જાણવા મળ્યું હતું કે કંપનીએ હેલિકોપ્ટરના મુખ્ય પાર્ટસ તેમાથી કાઢી લીધા હતા. તેથી તેની વેલ્યુ ઓછી થઈ ગઈ છે.