News Continuous Bureau | Mumbai
મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે જળાશયો(Water lakes) છલકાઈ રહ્યા છે. મુંબઈ(Mumbai)નું જળ સંકટ ટળી ગયું છે. પરંતુ થાણે(Thane)વાસીઓને આગામી ત્રણેક દિવસ માટે પીવાના પાણીના ધાંધિયા(water shortage) થઈ ગયા છે.
મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે ભાતસા નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીની સાથે મોટા પ્રમાણમાં કચરો અને કાદવ જળ પુરવઠા કેન્દ્રમાં આવી ગયો છે. તેથી કચરો અટકાવવા માટેની જાળીમાં કચરાનો ભરાવો થવાથી પંપ દ્વારા મોકલવામાં આવતા પાણીમાં અવરોધ ઉભો થયો છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત
આ સમસ્યાને પગલે આગામી ત્રણથી ચાર દિવસ થાણે વિસ્તારમાં ઓછું અને અને હળવા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
થાણે પાલિકા પ્રશાસનના કહેવા મુજબ જ્યાં સુધી પાઈપની જાળીઓ અને મશીનમાં ફસાયેલા કાદવ અને કચરાને સાફ કરી નાખવામાં આવશે નહીં ત્યાં સુધી પાણી પુરવઠો પૂર્વવત થશે નહીં.