ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર
જો કોઈ ગ્રાહક દુકાનમાં માસ્ક વગર જોવા મળે તો દુકાનદારોએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને ભૂલથી જો માલિકે પણ માસ્ક ન પહેર્યું હોય તો તેને પણ 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે એવો મહારાષ્ટ્ર સરકારે નવો સર્ક્યુલર બહાર પાડયો છે. સરકારના આ નિર્ણયને રાજયના વેપારીઓ સંસ્થાઓનુ નેતૃત્વ કરતી ફેડરેશન ઑફ એસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM) પાછો ખેંચવાની માગણી કરી છે.
ચેરમેન વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શન રદ કરવાનો અનુરોધ ફગાવ્યો, આપ્યું આ કારણ; જાણો વિગતે
FAM ના ડાયરેકટર જનલર આશિષ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારે વેપારીઓ સાથે કોઈ પ્રકારની ચર્ચા નહીં કરતા તકલઘી નિર્ણય લીધો છે. તેની સામે ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. વેપારી વર્ગમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સરકારના નિયમથી વેપારીઓ અન્યાય કરવામાં આવ્યો છે. ગ્રાહક માસ્ક ન પહેરે તે માટે દુકાનદારને દંડવો કયાંનો ન્યાય છે? વ્યક્તિએ તેની ખાનગી કારમાં પણ માસ્ક પહેરવું પડશે, ભલે તે ફક્ત પરિવારના સભ્યો સાથે જ મુસાફરી કરી રહ્યો હોય. તેથી (FAM)દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે જીને તાત્કાલિક આદેશ પાછો ખેંચવા અને મુંબઈના નાગરિકોને રાહત આપવા માટે અમે અપીલ કરી છે.
