Site icon

વાહ!! મનમોહક ગુલાબી ફ્લેમિંગો પક્ષી જોવા છે? તો પહોંચી જજો આ તારીખે નવી મુંબઈમાં… જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

જો તમે પર્યાવરણના ચાહક(environmental lover) છો અને જુદા જુદા પક્ષીઓને(Birds) માણવાની તક છોડતા નથી. તો 14 મે, 2022ના નવી મુંબઈમાં(Navi mumbai) પહોંચી જજો. નવી મુંબઈમાં પર્યાવરણવાદીઓએ 14 મેના રોજ વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ (World Migratory Bird Day) નિમિત્તે ફ્લેમિંગો ફેસ્ટિવલ(Flamingo festival) યોજવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Community

દિવસેને દિવસે પર્યાવરણની સાથે જ પશુ-પક્ષીઓના અસ્તિત્વ સામે પણ જોખમ નિર્માણ થયું છે. તેથી, વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ વર્ષમાં બે વખત મે અને સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.

મુંબઈમાં પર્યાવરણના ચાહકો ફ્લેમિંગો ફેસ્ટિવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુલાબી કલરના આ પક્ષીઓ મોટી સંખ્યામાં ટોળાને ટોળા વિદેશથી ઉડીને ખાસ અમુક મહિના ભારત ખાસ કરીને નવી મુંબઈના કિનારપટ્ટી પર આવતા હોય છે. ટોળામાં રહેલા ગુલાબી પક્ષોને જોવાનો પણ એક લ્હાવો હોય છે.

આ સમાચાર પણ વાંચો :  અરેરેરે.. નવી મુંબઈવાસીઓનું એસી લોકલનું સુખ છીનવાયું. હાર્બર લાઈનમાં એસી લોકલ થશે બંધ. જાણો વિગતે.

આ વર્ષે આ ફેસ્ટિવલ નેરુલમાં(Nerul) ડીપીએસ(DPS) સરોસર ખાતે યોજાશે. આ કાર્યક્રમ બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. આ ફેસ્ટિવલ BNHS, નવી મુંબઈ મહાનગરપાલિકા(BMC), મહારાષ્ટ્ર મેન્ગ્રોવ ફાઉન્ડેશન(Maharashtra Mangrove foundation), ગોદરેજ મેન્ગ્રોવ ફાઉન્ડેશન(godrej mangrove foundation), એક્સટર્નલ એક્ટિવિટીઝ એસોસિએશન વન્ડરિંગ સોલ્સ, નિકોન અને દિલ્હી પબ્લિક સ્કૂલના સહયોગથી યોજાશે, જે 139 વર્ષથી પ્રકૃતિ સંશોધનમાં કામ કરી રહી છે.
 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version