News Continuous Bureau | Mumbai
સ્વાદના શોખીનો અને બહારની પાણી પુરી(pani puri) સહિતના ચટપટી આઈટમ(Food item) ખાવાનો શોખ ધરાવતા મુંબઈગરા સંભાળજો. બહાર ખુલ્લામાં વેચાતા અને અનહાઈજેનિક પદાર્થ (unhygienic food) કારણે ગેસ્ટ્રો(Gastro) અને હેપેટાઈટીસ(Hepatitis) જેવી બીમારીનો ચેપ(Disease infection) લાગી શકે છે. મુંબઈમાં જૂન મહિનામાં ગેસ્ટ્રો અને હેપેટાઈટીસના કેસમાં વધારો થયો છે.
મુંબઈમાં ચોમાસાના(Monsoon) આગમન સાથે જ પાણીજન્ય કહેવાતી બીમારી ગેસ્ટ્રો, મલેરિયાના કેસમાં(Malaria case) વધારો થવાનું જોખમ હોય છે. જૂન મહિનાના માત્ર 26 દિવસમાં જ મુંબઈમાં ગેસ્ટ્રોના 456 કેસ નોંધાયા છે. તો હેપેટાઈટીસના 57 અને મચ્છર કરડવાથી થતા મલેરિયા 314 કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા મરાઠીમાં લખવા સામે વેપારીઓને મળશે વધારાનો સમય- હાઈકોર્ટના ઓર્ડર સામે FRTWAની સુપ્રીમ કોર્ટમાં અપીલ
કોરોનાની ચોથી લહેરનું(fourth wave of the corona) જોખમ વર્તાઈ રહ્યું છે. એમાં હવે ચોમાસાજન્ય બીમારીએ માથું ઉંચકતા પાલિકા પ્રશાસન પણ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈમાં પહેલી જૂનથી 26 જૂન સુધીમાં મલેરિયાના 314, ગ્રૅસ્ટોના 456, હેપેટાઈટીસના 57, ડેન્ગ્યુના(Dengue) 33, લેપ્ટોના 11 સ્વાઈન ફ્લુના(Swine flu) 11 કેસ નોંધાઈ ચૂક્યા છે.