News Continuous Bureau | Mumbai
ગેરકાયદે ફેરિયાઓ(Illegal hawkers) સામે એક્શન લેવાના મુંબઈ મહાનગરપાલિકા(BMC) લાખ દાવા કરતી હોય પણ મુંબઈના મોટાભાગના રેલવે સ્ટેશન(railway station) બહારની પરિસ્થિતિ જુદી જોવા મળે છે. મોટાભાગના રેલવે સ્ટેશનની બહાર ફેરિયાઓએ ગેરકાયદે રીતે અડિંગો જમાવી દીધો છે, છતાં પાલિકા આંખ આડા કાન કરીને બેઠી હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. બોરીવલી(વેસ્ટ)માં(Borivali) સ્ટેશન બહાર પણ પરિસ્થિતિ એવી જ કંઈ છે. સ્ટેશન બહારના પરિસરમાં સવારના સમયમાં મોટાભાગે શાકભાજીવાળા(Vegetable sellers) અડિંગો જમાવી બેસતા હોય છે. તો બપોર બાદ સ્ટેશન બહારના રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદે રીતે ફેરિયોએ કબજો કરી લીધો છે. લોકોને સ્ટેશનની બહાર નીકળીને ચાલવાની સુદ્ધા જગ્યા હોતી નથી એની અનેક વખત લોકો ફરિયાદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હેં!!! જાણીતી ટીવી ચેનલ કંપનીને મુંબઈના આ વિસ્તારમાં કરેલા ગેરકાયદે બાંધકામને મુદ્દે BMCએ ફટકારી નોટિસ.જાણો વિગતે.
Borivali West station area…
Everything here seems to be #illegal…@mybmcwardRC pic.twitter.com/1B3tKvfF5c
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) April 28, 2022
સાંજના પીક અવર્સ રસ્તા પર અને ફૂટપાથ પર બેઠેલા ફેરિયાઓ કારણ રાહદારીઓને ચાલવાની તો જગ્યા હોતી નથી પરંતુ સાથે જ વાહનો ચલાવવા પણ રસ્તા પર જગ્યા નથી. રોજ પીક અવર્સમાં આ ફેરિયાઓને કારણે રસ્તા પર ભયાનક ટ્રાફિકની સમસ્યા(Traffic problems) સર્જાતી હોય છે.
નવાઈની વાત એ છે કે બોરીવલી (વેસ્ટ)માં જ સ્ટેશન સામે પોલીસ સ્ટેશન પર છે. તો થોડા અંતરે જ પાલિકાની વોર્ડ ઓફિસ પણ છે, છતાં સ્ટેશન બહાર અડિંગો જમાવી બેઠેલા ફેરિયાઓ નો કોઈ વાળ વાંકો કરી શક્તુ નથી.