ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોનાનો ચેપ એટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે, કે તેમાંથી સરકારી અને મુંબઈ મહાનગરપાલિકાના અને ખાનગી હોસ્પિટલોના ડોકટરો પણ બચી શકયા નથી. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરનારા ડોકટરોમાં કોરોનાનું પ્રમાણ વધી ગયું છે, તેનાથી આરોગ્ય સેવાને ગંભીર અસર થવાની શક્યતા છે.
રેસિડન્ટ ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતા માર્ડના જણાવ્યા મુજબ કોરોનાનો ચેપ લાગેલા ડોકટરોને આઈસોલેટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેને કારણે ઓપીડી સહિત વોર્ડમાં ડોકટરોની અછત નિર્માણ થઈ છે.
હાલ મુંબઈ મહાગનગર પાલિકા સંચાલિત કે.ઈ.એમ. હોસ્પિટલમાં 136 ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટુડન્ટ અને રેસિડેન્ટ ડોકટરો, એ સિવાય નાયરમાં 45 અને સાયન હોસ્પિટલના 80, જે.જે. હોસ્પિટલના 73, કૂપરના સાત રેસિડેન્ટ ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તમામ ડોકટરોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં આટલા પોલીસ થયા પોઝિટિવ, અત્યાર સુધી આટલાના થયા મોત; જાણો વિગત
રાજયમાં હાલ કુલ ક્ષમતાના 60 ટકા ડોકટરો જ ફરજ પર છે, તેમાં મોટાભાગના ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે, તેથી આરોગ્ય યંત્રણા પણ બોજો આવી પડ્યો છે. ડોકટરોની અછત સર્જાવાની અસર ઓપીડીમાં જણાઈ રહી છે.