Site icon

મુંબઈગરાને મળ્યું લોંગ વીકેન્ડ પરંતુ ટુરીસ્ટ કેબ અને બસો ખાલી. જાણો કેમ?

News Continuous Bureau | Mumbai 

મુંબઈગરા(Mumbaikar)ને રજા માણવા માટે લાંબો વીકએન્ડ(Long weekend) મળ્યો છે. પરંતુ ખાનગી બસ અને ટુરિસ્ટ કાર (Tourist bus)ઓપરેટરો માટે આ વીકએન્ડ(weekend) ફળ્યો નથી. સળંગ ચાર દિવસની રજાને પગલે તેમની સારા બુકિંગની અપેક્ષા પણ પાણી ફરી વળ્યું છે. તેઓ 90 ટકાના આંકડાને પાર કરવાની અપેક્ષા રાખતા હતા, તેની સામે માત્ર 60-65 ટકા પ્રવાસીઓ(tourist) જ ખાનગી કેબ અને બસ બુક કરી હોવાની માહિતી બહાર આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં લગભગ 15,000 ટૂરિસ્ટ કેબ અને 3,500 ઇન્ટરસિટી બસો છે જે રસ્તાઓ પર ચાલે છે, જેમાંથી 35થી 40 ટકા આ લાંબા વીકએન્ડ માટે બુક કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

લોંગ વીકએન્ડ છતાં નબળા બુકિંગ માટેનું પ્રાથમિક કારણ છેલ્લા કેટલાક દિવસોમાં ઈંધણ(Fuel rate)ના ભાવમાં વધારો (પેટ્રોલ, ડીઝલ અને CNG) છે. તમામ રૂટ માટે ઇન્ટરસિટી બસોના ટેરિફમાં ઓછામાં ઓછો 20-22 ટકાનો વધારો થયો છે, જ્યારે એસી કાર(AC Car) માટે પ્રતિ કિલોમીટરનો દર કારના પ્રકાર અને મોડલના આધારે પ્રતિ કિલોમીટર રૂ. 15 થી રૂ. 18 સુધી બદલાયા છે. તેને કારણે મુંબઈ-પુણે એસી બસ(Mumbai-Pune AC bus)ની ટિકિટની કિંમત(Ticket rate) 350-400 રૂપિયા હતી, જેમાં 75-100 રૂપિયાનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર અકસ્માત બાદ ટ્રેક રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, ફાસ્ટ લાઇનના ટ્રેનોને આ સ્ટેશનો વચ્ચે કરાઈ ડાયવર્ટ 

લોકો વીકએન્ડમાં બહાર તો નીકળ્યા છે. પરંતુ મોટાભાગના લોકોએ પ્રાઇવેટ કાર(private car) તથા બસના બુકિંગ(bus booking) કરવાને  બદલે પોતાની ખાનગી કારમાં જ બહાર નીકળ્યા છે. ઇંધણના ભાવમાં વધારાને કારણે કામકાજના ખર્ચમાં વધારો થયો હોવાથી ટેરિફ વધારવાની ફરજ પડી હોવાનો દાવો ફેડરેશન ઑફ ટૂરિસ્ટ ટેક્સી ઑપરેટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. 

બસ ઓપરેટરોએ દાવો કર્યો હતો કે માત્ર ઇંધણના ભાવમાં જ વધારો નથી થયો પરંતુ અન્ય બાબતોમાં પણ વધારો થયો છે. ઈંધણ સિવાય તેલ, ટાયર અને મેનપાવરના ભાવમાં પણ વધારો થયો છે. ઓપરેશનલ ખર્ચના 60 ટકા ઇંધણ હોવાનું મુંબઈ બસ મલક સંગઠનનું કહેવું છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version