Site icon

ઓમીક્રોનના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુંબઈમાં સભાઃ મહાવિકાસ આઘાડી સરકાર મંજૂરી આપવાને લઈને દ્વિધામાં? જાણો વિગત

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર.

કોંગ્રેસનો 28 ડિસેમ્બરના 136માં સ્થાપના દિવસ છે. મુંબઈ મહાનગરપાલિકાની 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દાદરના શિવાજી પાર્કમાં એક સભાનું આયોજન કર્યુ છે. આ સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાજર રહે એવી શક્યતા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે મહાવિકાસ આઘાડી સરકાર આ સભાને મંજૂરી આપશે નહીં એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસ પણ જોડાયેલી છે. તેથી આ સભાને મંજૂરી આપવાને લઈને મહાવિકાસ આઘાડી સરકાર વિસામણમાં હોવાનું કહેવાય છે ત્યારે રાજયના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે પણ મંજૂરી આપવાને લઈને પ્રશાસનને વિચાર કરવો પડશે એવું સ્ટેટમેન્ટ આપતા કોંગ્રેસની દ્વીધા વઘી ગઈ છે.

જો ત્યાં સુધી ઓમીક્રોનનો ચેપ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો અને રેલીમાં ઉમટનારી ભીડને કારણે વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ અમારા ધ્યાનમાં છે, તેથી રેલીને મંજૂરી આપવી કે નહીં તે બાબતે અમે વિચાર કરશુ એવું સ્ટેટમેન્ટ તાજેતરમાં અજિત પવારે આપ્યું છે. તેથી શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભા સામે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે.

વાનખેડે પ્રકરણમાં એનસીપી નેતા નવાબ મલિકે હાઈ કોર્ટમાં વ્યક્ત કર્યો ખેદઃ કહ્યું ફરી આમ નહીં કરીએ; જાણો વિગત

હાઈ કોર્ટના આદેશ બાદ શિવાજી પાર્કના મેદાનના ઉપયોગ કરવા પર  પ્રતિબંધ આવી ગયો છે. તેથી શિવાજી પાર્કમાં રેલી કરવા માટે કોંગ્રેસે બહુ પહેલા જ પાલિકાના જી-નોર્થ વોર્ડમાં અરજી કરી હતી. જોકે હાલ આ અરજી  નગરવિકાસ ખાતા પાસે છે. બહુ જલદી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેના પર નિર્ણય લેશે એવું માનવામાં આવે છે.

રાજયમાં ઓમીક્રોનના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. મુંબઈમા હજી સુધી જોકે માત્ર પાંચ કેસ છે. તેથી મુંબઈમાં સભા માટે મંજૂરી મળી જશે એવો દાવો મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ચરણસિંહ સપ્રાએ કયો છે. કોવિડને લગતા તમામ પ્રોટોકોલનું પાલન કરીને આ સભા કરવામાં આવશે એવો દાવો પણ કોગ્રેસે કર્યો છે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version