ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનામાં જીએસટી નીકળતી પૂરેપૂરી રકમ ખાતે મુંબઈ મહાનગરપાલિકાની આપી નથી. માર્ચ મહિનામાં મુંબઈ મહાનગર પાલિકાને 815 કરોડ રૂપિયા મળવાના હતા જેના સ્થાને માત્ર ૪૦૭ કરોડ રૂપિયા જ મળ્યા છે. રાજ્ય સરકારે પૂરેપૂરા પૈસા કેમ નથી આપ્યા તે સંદર્ભે કોઈ ચોખવટ કરી નથી. ગત વર્ષે જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાને જીએસટી પેટે 30,000 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના દરમિયાન મુંબઇ મહાનગરપાલિકાના 815 કરોડ રૂપિયા મળ્યા.
સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આજના નવા ભાવ
મુંબઈ મહાનગર પાલિકાને કોરોના ની ટ્રીટમેન્ટ માટે હજારો કરોડ રૂપિયાની જરૂર છે. આ પૈસા સરકાર દ્વારા જીએસટી સ્વરૂપે ચૂકવાય તો ભરપાઈ થઇ શકે તેમ છે. પરંતુ અત્યાર સુધી આ વાત નો મેળ નથી આવ્યો.