News Continuous Bureau | Mumbai
જો તમે રવિવારે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલવે આવતીકાલે એટલે કે રવિવાર 6ઠ્ઠી નવેમ્બર 2022ના રોજ મેગા બ્લોકનું સંચાલન કરશે.
મધ્ય રેલવે લાઇનના સ્લો રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-વિદ્યાવિહાર વચ્ચે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રહેશે.
બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યાની વચ્ચે ઉપડનારી સ્લો ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, શિવ અને કુર્લા સ્ટેશનો પર થોભશે.
આ સમાચાર પણ વાંચો : વેપારીઓને રાહત- મુંબઈમાં દુકાનો પર મરાઠી બોર્ડ લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ
ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 વાગ્યાની વચ્ચે ઉપડનારી સ્લો રૂટની ટ્રેનોને વિદ્યાવિહાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને આ સ્ટેશનો વચ્ચે કુર્લા, શિવ, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર થોભશે.
હાર્બર લાઈન પર પનવેલ-વાશી સ્ટેશન વચ્ચે સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.
બ્લોક દરમિયાન પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ તરફ જતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે 10.33થી બપોરે 3.49 સુધી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર જતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે 9.45 થી બપોરે 3.12 વાગ્યા સુધી રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : આ ચાર એન્ડ્રોઇડ એપ તુરંત તમારા ફોનમાંથી કરો દૂર-નહીં તો ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ
સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી થાણેથી થાણે સુધીના અપ ટ્રાન્સહાર્બર રૂટ પર અને સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી થાણેથી પનવેલના ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ પરની ટ્રેનો રદ રહેશે.
જોકે બ્લોક સમયગાળા દરમિયાન બેલાપુર/નેરુલ અને ખારકોપર વચ્ચે ઉપનગરીય ટ્રેન સેવાઓ સમયપત્રક મુજબ ચાલશે.
બ્લોક સમયગાળા દરમિયાન ટ્રાન્સહાર્બર લાઇન સેવા થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ઉપલબ્ધ રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી વિસ્તારમાં વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે.
આ સમાચાર પણ વાંચો : WhatsApp થયું અપગ્રેડ- લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ