News Continuous Bureau | Mumbai
બીજી એપ્રિલ(April) ગુડી પડવા(Gudi Padwa)ના દિવસે મુંબઈગરા માટે મુંબઈ મેટ્રો 2-એ અને મેટ્રો 7 (Mumbai Metro 2A and 7) ચાલુ કરવામાં આવી છે. શરૂઆતના બે-ત્રણ દિવસ તેને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ હવે હવે મેટ્રો-2Aમાં કાંદીવલી(Kandivali)થી દહિસર (Dahisar)વચ્ચેના પેચમાં બહુ ઓછો પ્રતિસાદ મળ્યો છે. બહુ ઓછા પ્રવાસી(commuters) આ સ્ટેશનો વચ્ચે પ્રવાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે સાથે સીધી કનેક્ટિવિટી નહીં હોવાને કારણે બહુ ઓછા લોકો મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યા હોવાનું જણાયું છે.
હાલ મેટ્રો 2-એ અને મેટ્રો 7ની કુલ ક્ષમતાના માત્ર 10 ટકા પ્રવાસીઓ જ તેમાં પ્રવાસ કરી રહ્યા હોવાનું મિડિયાના અહેવાલ પરથી જણાયું છે. રસ્તા પરના ટ્રાફિક(Mumbai Traffic)માં 25 ટકા સુધીનો ઘટાડો કરવા માટે આ મેટ્રો બાંધવામાં આવી છે. પરંતુ જે હેતુથી આ રૂટ પર મેટ્રો બાંધવામાં આવી છે, તે ઉદેશ્ય પૂરો થતો નથી એવું પ્રવાસીઓની સંખ્યા પરથી જણાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ચોંકાવનારી ઘટના… પ્રખ્યાત જુહુના ઇસ્કોન મંદિરમાં વિજળીનો આંચકો લાગતાં પુજારીનું મોત. જાણો વિગતે…
આરે(Aarey)થી દહાણુકરવાડી(Dahanukarwadi) વચ્ચે રોજની મેટ્રોની 150 ફેરી થાય છે. એક ટ્રેનમા અંદાજે 2,300 લોકો પ્રવાસ કરી શકે છે. 150 ફેરીના હિસાબે રોજ 3,45,000 લોકોએ પ્રવાસ કરવો જોઈએ. પરંતુ હાલ દિવસમા માંડ 25,000 લોકો મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસ કરનારાઓ પણ રોજિંદા લોકો નથી. મોટાભાગના લોકો ફક્ત ફરવાના ઉદેશ્યથી મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યા છે.