ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2021ના નિમિત્તે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની પાંચ સ્પર્ધામાં ભાગ લેનારા ભાષાપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આ સ્પર્ધાનું પરિણામ આવતી કાલે 26 જાન્યુઆરી, 2022ના બપોરના ચાર વાગે યૂટ્યુબ પર લાઈવ જાહેર કરવામાં આવવાનું છે. આ સાથે જ માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપનારી મુંબઈ ગુજરાતી સંગઠને દર વર્ષની માફક આ વર્ષે પણ માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ આપવાની જાહેરાત કરી છે.
ગયા વર્ષે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની પાંચ સ્પર્ધામાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ રકમ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિન્હ આપવામાં આવશે.
મુંબઈના વિજેતાઓને સંગઠનના સભ્યો તેમના ઘરે અને શાળાએ જઈને સન્માનિત કરશે. બહારગામના વિજેતાઓ એણના બેંકના ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે. ભાગ લેનારા તમા સ્પર્ધકોને ઈ-મેલ દ્વારા સર્ટિફિકેટની કોપી મોકલવામાં આવશે. તેમ જ તમામ કૃતિઓ મુંબઈ ગુજરાતી સંગઠનની યૂટ્યુબ ચેનલ Mumbai Gujarati Sangathan પર મૂકવામાં આવશે.
મુંબઈ ગુજરાતી સંગઠને બહાર પાડેલી અખબારી યાદી મુજબ દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ આપે છે. એ મુજબ આ વર્ષે પણ માતૃભાષાની ઉત્તમ શાળા કોણ બની તેની જાહેરાત આવતી કાલે યુટ્યુબ પર કરવાની છે.
