News Continuous Bureau | Mumbai
ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનું સંચાલન કરનારી મુંબઈ મેટ્રો વન લિમિટેડ કંપનીએ મુંબઈ મહાગરપાલિકાના અનેક સ્ટેશનોનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે લાલ આંખ કરી છે. પાલિકાએ પહેલા તેમને નોટિસ ફટકારી હતી. હવે 24 પ્રોપર્ટીની જપ્તીની પ્રક્રિયા ચાલુ કરી છે. જો આપેલી મુદતમાં ટેક્સ નહીં ભર્યો તો તેમના પાણીના જોડાણ કાપી નાખવાની ચેતવણી પણ પાલિકાએ આપી છે.
મુંબઈની પહેલી મેટ્રો લાઈનનું સંચાલન મુંબઈ મેટ્રો વન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જેમાં રિલાયન્સ ગ્રૂપની ઈન્ફ્રા કંપનીનો હિસ્સો 74 ટકા છે, તો 26 ટકા હિસ્સો મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે છે.
આ સમાચાર પણ વાંચો :અરેરેરે! વિદ્યાર્થીઓનું ટેન્શન વધ્યું. મુંબઈમાં બારમાનું આ વિષયનું પેપર ફૂટ્યુ. પોલીસે કોચિંગ ક્લાસના માલિકની કરી ધરપકડ. જાણો વિગતે
પાલિકાના કે-ઈસ્ટ અને કે-વેસ્ટ વોર્ડ દ્રારા કંપનીને બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ચૂકવી દેવા માટે નોટિસ મોકલી છે, જેમાં વર્સોવા, આઝાદ નગર અને ડી.એન.નગર મેટ્રો સ્ટેશનો પ્રોપર્ટી ટેક્સ ભરવામા આવ્યો નથી. પાલિકા આ પહેલા પણ તેમને નોટિસ મોકલી ચૂકી છે. પરંતુ તેમની તરફથી જવાબ આવ્યો નહોતો. તેથી પાલિકાએ હવે ત્રણ સ્ટેશનની 24 મિલકત જપ્ત કરવાની શરૂઆત કરી રહી છે. ત્યારબાદ પણ ટેક્સ નહીં ભર્યો તો તેમના પાણી અને અન્ય જોડાણ કાપી નાખવામાં આવશે એવી ચેતવણી પાલિકાએ આપી છે.