Site icon

મુંબઈગરાઓ ખિસ્સા હળવા કરવા થઇ જાઓ તૈયાર- 1લી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં થવા જઈ રહ્યો છે વધારો- ગજવા પર આવશે આટલો બોજ

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર છે. મુંબઈમાં ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી હવે મોંઘી થવા જઈ રહી છે. કારણ કે 1 ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો થવા જઈ રહ્યો છે. સીએનજીના ભાવમાં સતત વધારાના કારણે ઓટો અને ટેક્સી યુનિયનની માંગણીઓ આખરે મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. શુક્રવારે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત અને ઓટો ટેક્સી ડ્રાઈવરોના સંગઠન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાડું વધારવાનો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Community

ટેક્સી માટે 3 રૂપિયા અને રિક્ષા માટે 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આગામી 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે જો તમે ઓટોમાં બેસો છો તો તમારા માટેનું મીટર હવે રૂ.21ને બદલે ઓછામાં ઓછા રૂ.23  થશે. તેવી જ રીતે ટેક્સીમાં બેસવા માટે હવે લઘુત્તમ ભાડું 25 રૂપિયાને બદલે 28 રૂપિયા રહેશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની એસી લોકલમાં ફરી થયો અકસ્માત – આ ટ્રેનના એક ડબ્બામાં લગેજ રેક તૂટી પડ્યો- જુઓ ફોટો

સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ઓટો અને ટેક્સી ડ્રાઈવર્સ અને ઓનર્સ એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. તેમ જ જો માંગણીઓ નહીં સંતોષાય તો સોમવારથી હડતાળ પર જવાની પણ સંગઠને ચીમકી આપી હતી. 

આ અગાઉ માર્ચ 2021માં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version