Site icon

જેનો ડર હતો એ જ થયું! મુંબઈના ધારાવી માં ઘુસી ગયો કોરોના; આ છે આજના તાજા આંકડા

/coronavirus-cases-in-india-last-seven-days-stats-shocking-rise-in-corona-kerala-delhi

દેશમાં એક અઠવાડિયામાં જ કોરોનાએ હાહાકાર મચાવ્યો! આ રાજ્યમાં સ્થિતિ સૌથી ખરાબ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

મુંબઈમાં ફરી એકવાર  કોરોનાએ ગતિ પકડી છે. બુધવાર બાદ ગુરુવારે પણ મુંબઈમાં નવા દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 20,181 નવા સંક્રમિત કેસ મળ્યા છે. 4 દર્દીનાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસની સંખ્યાં અહીં વધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ચેપનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આજે 107 નવા કેસ નોંધાયા છે. BMCએ કહ્યું કે આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે ઓમિક્રોનના 79 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 876 પર પહોંચી ગઈ છે. જોકે અત્યાર સુધીમાં 381 લોકો સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, જો મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ મળી આવશે, તો મુંબઈમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. તે પછી, હવે જ્યારે મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, શું લોકડાઉન લાદવામાં આવશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version