ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,12 એપ્રિલ 2021.
સોમવાર.
મુંબઈ અને થાણે જિલ્લામાં શનિવારે 400 વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા છે. જ્યારે 2155 કાર ચાલકોને ચલાન આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વધતા કોરોના દર્દીઓની સંખ્યાને કારણે સરકારે એપ્રિલ મહિનામાં વિકેન્ડ લોકડાઉન ની જાહેરાત કરી હતી. તે અનુસાર રસ્તા પર કોઈપણ પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ શનિવારે મુંબઈ અને થાણા ના રસ્તાઓમાં સામાન્ય જનતા પોતાના વાહનો લઇને ઘરની બહાર નીકળી પડ્યા હતા. શનિવારે મુંબઈ ખાતે 13 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે 905 વાહન ચાલકને ચલાન ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ,'તારીખ 5 એપ્રિલ થી 10 એપ્રિલ દરમિયાન આવા 200 કેસ નોંધાયા હતા. જ્યાં સામાન્ય જનતા સરકારના બનાવેલા કાયદાનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તાઓ પર કારણ વગર નીકળી પડે છે. શનિવારે ફક્ત મુંબઈમાં દોઢ હજાર કેસ એવા આવ્યા છે કે જેમણે માસ્ક પહેર્યા ન હતા. વધુ માહિતી આપતાં તેઓ જણાવે છે કે,ગત ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધી મુંબઈમાં આવા પોણા ત્રણ લાખ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે'.જ્યારે થાણે જિલ્લામાં 386 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે અને 1250 કાર ચાલકોને સરકારના નિયમનું ઉલ્લંઘન કરવા બાબત દંડ ફટકારવામાં આવ્યો છે.
સરકાર ક્યારે બદલવાની છે તે મારા પર છોડી દો : વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ નું સૂચક નિવેદન
એક બાજુ સરકાર સામાન્ય જનતામાં કરોના સંક્રમણને રોકવા તેમનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. જ્યારે સામાન્ય જનતા જ તેમને સહકાર આપતી નથી.