179
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે.એક તરફ સરકારે માત્ર અમુક કલાકો માટે જ સામાન્ય નાગરિકોને ટ્રેનમાં સફર માટેની મંજૂરી આપી છે. ત્યારે બીજી તરફ લોકોએ પોતાની લાઇફસ્ટાઇલને સરકારની મંજૂરી અનુસાર ઢાળી લીધી છે.
પશ્ચિમ રેલવેમાં સરેરાશ દરરોજ 19 લાખ પ્રવાસીઓ સફર કરે છે જ્યારે કે મધ્ય રેલવે અને હાર્બર રેલવે એ બંને લાઈનમાં દૈનિક બીજા ૧૯ લાખ લોકો સફર કરે છે. આમ કુલ મળીને દૈનિક ૩૮ લાખ લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય દિવસો દરમિયાન 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. આમાંના 70% લોકોએ ટ્રેનમાં સફર કરવાનું શરૂ કરી દીધું છે.
You Might Be Interested In