ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપીના)ના પ્રમુખ શરદ પવારનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ સોમવારે પોતે તેની માહિતી સોશિયલ મિડિયા ટ્વીટર પર શેર કરી છે.
સિનિયર પોલીટીશ્યન અને એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવાર સવારના ટ્વીટ કર્યું હતું કે, તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેઓ ડોકટરના નિરીક્ષણ હેઠળ છે. ડોકટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાની કોવિડની ટેસ્ટ કરાવી લેવી અને તકેદારીના તમામ પગલા લેવા.
હવે મુંબઈગરાને આગની સ્વબચાવ કરવાનો પાઠ ભણાવશે ફાયરબ્રિગેડ; જાણો વિગત