ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના નેતા અને રાજ્યના લઘુમતી મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે કેસમાં મુંબઈ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને દિલગીરી વ્યક્ત કરી હતી. કોર્ટના આદેશનો અનાદર કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તે બિનશરતી માફી માંગે છે અને ફરીથી આવા નિવેદનો નહીં કરે, એવી કોર્ટમાં એફિડેવિટ કરીને તેમણે ખાતરી પણ આપી હતી.
નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલના અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવાની સુનાવણી ચાલી રહી છે. એ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે તેવી નવાબ મલિકે હાઈકોર્ટમાં લેખિત ખાતરી આપી હતી. છતાં તેમણે મીડિયાને આપેલી મુલાકાતમાં વાંધાજનક નિવેદન આપ્યું હતું.
હેં! મુંબઈના મેયર કિશોરી પેડણેકરને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો વિગત
હાઈ કોર્ટમાં સુનાવણી બાદ જસ્ટિસ શાહરૂખ કાથાવાલા અને મિલિંદ જાધવની ખંડપીઠે મલિકને એફિડેવિટનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ તેમની સામે કોર્ટની અવમાનના બદલ નોટિસ જારી કરવામાં કેમ ન આવે એવો સવાલ પણ તેમને કોર્ટે કર્યો હતો. તે મુજબ નવાબ મલિકે આજે ચાર પાનાનું સોગંદનામું દાખલ કરીને કોર્ટમાંથી બિનશરતી માફી માંગી હતી અને ખાતરી આપી હતી કે તે વાનખેડે વિશે વધુ કોઈ નિવેદનો નહીં કરે.