News Continuous Bureau | Mumbai
લાંબા સમયથી જેલમાં બંધ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા( NCP Leader) નવાબ મલિક (Nawab Malik) હજી લાંબા સમય માટે જેલમા જ રહેવું પડે એવું લાગે છે. તેમના દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી સામે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcement Directorate) (ED) વિરોધ કર્યો છે.
NCP નેતા નવાબ મલિકની જામીન અરજી પર EDએ કોર્ટને જણાવ્યું હતું કે નવાબ મલિક દ્વારા દાવો કરાયેલ પાવર ઓફ એટર્ની(Power of Attorney) નકલી છે. એડિશનલ સોલિસિટર જનરલ(Additional Solicitor General) અનિલ સિંહે પીએમએલએ કોર્ટને(PMLA Court) જણાવ્યું હતું કે હસીના પારકર (Hasina Parkar) દ્વારા શરૂ કરાયેલ ટ્રાન્ઝેક્શન આતંકવા દ(Transaction Terrorism) માટે લોજિસ્ટિક્સ હતું. બુધવારે નવાબ મલિકની જામીન અરજી પર સુનાવણી થઈ, ત્યારે EDએ તેની સામે જોરદાર વિરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક
એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે નવાબ મલિકે કોર્ટ સમક્ષ જે પાવર ઑફ એટર્નીનો ઉલ્લેખ કર્યો હતો તેના પર મુનીરા પ્લમ્બરે ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી. જેથી તે પાવર ઓફ એટર્ની બો ગસ છે. નવાબ મલિકના 'ડી-કંપની' સાથે કનેક્શન હતા. દાઉદની(Dawood) બહેન હસીના પારકર મુંબઈમાં 'ડી-કંપની'ના ત મામ કામકાજ જોતી હતી. તેથી કુર્લા ગોવાલા કમ્પાઉન્ડ નો(Kurla Gowala Compound) આ વ્યવહાર તેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. તેથી, આ કે સ આતંકવાદી સંગઠનને(terrorist organization) સીધો ટેરર ફંડીંગ નો(Terror Funding) હો વાની દલીલ કરીને નવાબ મલિકને જામીન ન આપવા જોઈએ એવી માગણી કરી હતી.
ED વતી દલીલો પૂરી થઈ ગઈ છે અને હવે આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. આ સુનાવણીમાં મલિકના વકીલ અમિત દેસાઈ જામીન માટે દલીલ કરશે.
