Site icon

શું ઓમીક્રોનનો XE સબ વેરિઅન્ટ મુંબઈમાં મળ્યો?, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહી આ વાત; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ગત 1 એપ્રિલથી કોવિડના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. તેથી, જ્યારે રાજ્ય હવે કોવિડ મુક્ત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે કોવિડના બે નવા વાયરસ રાજ્યમાં પ્રવેશ્યા છે. હવે ફરી એકવાર રાજ્યમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

હવે આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનું નિવેદન સામે આવ્યું છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાજેશ ટોપે કહ્યું કે, "આરોગ્ય વિભાગ 'XE' વેરિયન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી કારણ કે અત્યાર સુધી NIB (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીકલ) નો કોઈ રિપોર્ટ આવ્યો નથી. સાથે જ તેમણે કહ્યું કે, માહિતી અનુસાર, 'XE' પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં 10% વધુ ચેપી છે જે ફ્લૂ જેવું છે. રિપોર્ટ આવ્યા બાદ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.

આ સમાચાર પણ વાંચો : મોટો ચુકાદો : પિતાના અવસાન બાદ અનુકંપાના આધારે પરણિત દીકરીને નોકરી આપવાનો સુપ્રીમે કર્યો ઈનકાર, જાણો શું છે કારણ..   

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે, ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. આ વેરિઅન્ટ ખતરનાક હોવાનું વર્લ્ડમાં સાબિત થતા ભારતમાં ચિંતાના વાદળ ઘેરાયા હતા પરંતુ મીડિયા રિપોર્ટના દાવાના થોડા કલાક બાદ  કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું હતું કે દેશમાં એક્સઈ વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી.

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version