ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ દુબઈથી મુંબઈ આવનારા મોટાભાગના પ્રવાસીઓને ઓમીક્રોનનો ચેપ લાગ્યો છે. તેથી તકેદારીના પગલા રૂપે દુબઈથી આવનારા અને મુંબઈનો રહેવાસી હોય તેણે ફરજિયાત રીતે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે શુક્રવારે મોડી રાતે તેની માર્ગદર્શિકા બહાર પાડી હતી.
નવી માર્ગદર્શિકા મુજબ દુબઈથી મુંબઈ આવનારા પ્રવાસીઓની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આરટીપીસીઆર નહીં કરવામાં આવશે. પરંતુ તેમણે ફરજિયાત રીતે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. તે પ્રમાણે જ સંબધિત પ્રવાસીને શહેરમાં સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ રહેશે.
શોકિંગ! મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ પાસેથી સારવારના નામે ખાનગી હોસ્પિટલોએ લૂંટ્યા આટલા કરોડ, હેલ્થ મિનિસ્ટરે કરી કબૂલાત.
તેમ જ એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસી જે મુંબઈ બહારના હશે. તેમણે પણ તેમના નિયોજિત સ્થળ પર જવા માટે સાર્વજનિક વાહનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. સંબંધિત વ્યક્તિ જે શહેરના હશે તે શહેરના કલેકટરે તેમની માટે વાહનની વ્યવસ્થા કરવાની રહેશે. મુંબઈથી કનેકટેડ ફલાઈટ વાપરનારા પ્રવાસીઓની કનેક્ટિંગ ફલાઈટ પર છોડવાની જવાદારી એરપોર્ટ ઓથોરીટીની રહેશે.
મુંબઈનો રહેવાસી જે દુબઈથી ફલાઈટ પકડીને આવ્યો હશે. તેણે સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવાનું છે. સાત દિવસ બાદ તેની આરટીપીસીઆર કરવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન તેણે પોતાનું ધ્યાન રાખવાનું રહેશે અને તેને પોતાનામાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા તો તેણે તુરંત ટેસ્ટ કરાવાની રહેશે અને પાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. જો તેનો રિપોર્ટ પોઝિટવ આવશે તો તેને ઈન્સ્ટિટ્યૂટશનલ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે.