News Continuous Bureau | Mumbai
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મોટી કાર્યવાહી કરી છે.
એનસીબીએ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ(International Airport) ખાતેથી દક્ષિણ આફ્રિકાના (South Africa) નાગરિકની ધરપકડ કરી છે અને તેના પાસે રહેલું 3.98 કિલો હેરોઈન(Drugs) જપ્ત કર્યું છે.
જપ્ત કરાયેલા હેરોઈનની(Herione) આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 24 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
NCB મુંબઈ ઝોનની ટીમે બાતમી આધારિત સૂચના પર મંગળવારે આ કાર્યવાહી કરી હતી.
પકડાયેલો વ્યક્તિ જોહાનિસબર્ગથી(Johannesburg) આવ્યો હતો અને તે લાલ રંગની ટ્રોલી બેગમાં હેરોઈન લાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2021માં પણ NCBએ દક્ષિણ આફ્રિકાથી આવેલી એક મહિલા પાસેથી 3.9 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : આ શું ચાલી રહ્યું છે? આર્યન ખાન વિરુદ્ધ તપાસ કરનાર અધિકારીઓ જ સસ્પેન્ડ. જાણો પકડદાવ..