Site icon

મુંબઈગરા તૈયાર રહેજો!! એપ્રિલથી પ્રોપર્ટી ટેક્સમાં આટકા ટકાનો થઈ શકે છે વધારો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર 500 ચોરસ ફૂટ સુધીની વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં (PropertyTax)માફી આપવાની જાહેરાત કરે છે. તો બીજી તરફ  મુંબઈગરાને વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડે એવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો ઈરાદો રાખે છે. એપ્રિલથી વધારો અમલમાં લાવવાનો પ્રશાસન પ્રયાસ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

પાલિકા પ્રશાસને ગયા વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં લગભગ 14 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, શિવસેના, ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના વિરોધને કારણે માર્ચ 2022 સુધી આ નિર્ણય અસ્થાયી રૂપે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 31 માર્ચ, 2022 ના રોજ તેની સમય મર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેથી પહેલી  એપ્રિલથી મુંબઈવાસીઓ પર મિલકત વેરાના વધારાના 14 ટકાનો બોજો આવે એવી શક્યતા છે.
પ્રોપર્ટી ટેક્સના દર પાંચ વર્ષે વધે છે. અગાઉ 2015માં ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં ટેક્સ વધારવાનો હતો. જોકે, કોરોનાને કારણે ટેક્સ વધારાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. 2021માં આગામી ચાર વર્ષ માટે 2025 સુધી  મિલકત વેરો વધારવાનો પાલિકાએ નિર્ણય લીધો હતો. આ વધારો વર્તમાન રેડી રેકનરના દરે કરવાનો હતો. વેરામાં 14 ટકાનો વધારો કરવાથી પાલિકાની આવકમાં આશરે રૂ. 1,000 કરોડનો વધારો થવાની ધારણા છે.

 આ સમાચાર પણ વાંચો : લો બોલો!! પાર્કિંગ નહીં હોય તો નવી કારનું રજિસ્ટ્રેશન નહીં થાયઃ મુંબઈ પોલીસ કમિશનરે પાર્કિંગને કહી દીધી મોટી વાત… જાણો વિગતે

પાલિકાએ 2021-22માં પ્રોપર્ટી ટેક્સમાંથી રૂ. 7,000 કરોડની આવકની અપેક્ષા રાખી હતી. જો કે, માર્ચ 2021માં  ડેવલપર્સ માટે પ્રીમિયમ પર 50 ટકા રિબેટ, કોન્ટ્રાક્ટરો માટે સિક્યોરિટી ડિપોઝિટ પર 50 ટકા રિબેટ, હોટેલીયર્સ માટે ટેક્સ રિબેટ અને સામાન્ય મુંબઈકર પર ટેક્સ બોજો કેમ એવો સવાલ સ્થાયી સમિતિમાં નગરસેવકોએ કર્યો હતો, તેથી કરવધારાના નિર્ણયને એક વર્ષ માટે મુલતવી રાખ્યો હતો. એક વર્ષની મુદત આ વર્ષે 31 માર્ચે પૂરી થાય છે. 

પાલિકાની મુદત સાત માર્ચ 2022ના પૂરી ગઈ ગઈ છે. હાલ પાલિકાનો વહીવટ સંચાલકના હાથમાં હોવાથી પહેલી એપ્રિલથી વેરા વધારાનો અમલ થાય તેવી શક્યતા છે. પરંતુ જો રાજ્ય સરકાર કરવેરા વધારાને મુલતવી રાખે તો મુંબઈકરોનો બોજ ટાળી શકાય. મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ, એનસીપીની ગઠબંધન સરકાર કરવેરા વધારાને મોકૂફ રાખે તેવી શક્યતા છે. 

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version