News Continuous Bureau | Mumbai
દાદર રેલવે સ્ટેશન(Dadar Railway Station) પર દેવગિરી એક્સપ્રેસ(Devgiri Express) પકડવાના ચક્કરમાં એક પ્રવાસી(Commuter) પ્લેટફોર્મ પર ફસડાઈ પડ્યો હતો. તે પાટા(Railway track) નીચે જવાનો જ હતો કે RPFના જવાન ચંદન ઠાકુરે(chandan thakur) દોડી જઈને તેને અન્ય પ્રવાસીની મદદથી ખેંચીને બચાવી લીધો હતો. રેલવે દ્વારા તેને લગતો વિડિયો બહાર પાડ્યા બાદ કોન્સ્ટેબલની(constable) બહાદુરી અને તેની હિંમતના વખાણ થઈ રહ્યા છે.
१८ मे '२२ : १७०५७ देवगिरी एक्स्प्रेस दादर हून निघताना,एक प्रवाशी चालती गाडी पकडण्याच्या प्रयत्नांत हात निसटून खाली पडला. RPF कॉन्स्टेबल चंदन ठाकूर व इतरांनी त्याला वेळेत प्लॅटफॉर्मवर खेचले व त्याचा जीव वाचला.
प्रवाश्यांना विनंती आहे की, चालत्या ट्रेन मधून उतरू किंवा चढू नये. pic.twitter.com/V9NKqmxa3i
— Shivaji M Sutar (@ShivajiIRTS) May 19, 2022
રેલવેના ચીફ રિલેશન ઓફિસરના(Chief Relations Officer) જણાવ્યા મુજબ આ બનાવ 18 મેના બન્યો હતો. જ્યારે દાદરમાં પ્લેટફોર્મ પર આવેલી દેવગિરી એક્સપ્રેસ ચાલુ થઈ હતી અને તેણે સ્પીડ પકડી લીધી હતી, છતાં એક પ્રવાસીએ દોડીને તે ટ્રેન(Train) પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રેન સ્પીડમાં(Train speed) હોવાથી તે ચઢી શક્યો નહોતો અને પડી ગયો હતો. તે પ્લેટફોર્મ અને ટ્રેનની નીચે પડી રહ્યો હતો ત્યારે દૂરથી RPFના જવાન ચંદન ઠાકુર દોડી આવ્યો હતો અને તેણે અને પ્લેટફોર્મ પર હાજર રહેલા અન્ય પ્રવાસીએ નીચે પડી રહેલા મુસાફરને ખેંચીને બચાવી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાના માથાથી પાણીકાપનું સંકટ ટળ્યુ, જળાશયોમાં મબલખ પાણી.. જાણો વિગતે
