Site icon

AC લોકલના દોડાવવાના વિવાદમાં હવે રાષ્ટ્રવાદીના આ દિગ્ગજ નેતાએ ઝુકાવ્યું-કહ્યું ભાડા સામાન્ય લોકોના ગજા બહાર

 News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવેમાં(Central Railway) પીક અવર્સમાં થાણે-બદલાપુર- કલવા રૂટ(Thane-Badlapur- Kalwa route) પર સામાન્ય લોકલને બદલે એસી લોકલ(AC Local) દોડાવવા સામે છેલ્લા થોડા દિવસથી પ્રવાસીઓ વિરોધ કરી રહ્યા છે. સ્ટેશનો(Railway station) પર પ્રવાસીઓએ આંદોલન પણ કર્યા છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) દિગ્ગજ નેતા શરદ પવાર(Sharad Pawar) પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે. પીક અવર્સમાં થાણે-બદલાપુર વચ્ચે એસી લોકલ દોડાવવા સામે તેમણે વિરોધ કર્યો છે.

Join Our WhatsApp Community

એસી લોકલના ભાડા સામાન્ય માણસોને પરવડે એવા નથી. તેમા સેન્ટ્રલ રેલવેએ સવાર-સાંજના પીક અવર્સમાં સામાન્ય ટ્રેનને બદલે એસી ટ્રેન(AC Train) દોડાવી રહી છે, તેને કારણે પ્રવાસીઓ ઉશ્કેરાઈ ગયા છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે પણ એસી લોકલ સામે વિરોધ કર્યો છે.

શરદ પવારે કહ્યું હતું કે એસી લોકલના ઊંચા ભાડાને કારણે સામાન્ય વર્ગનો પ્રવાસી તેમાં પ્રવાસ કરી શકે એમ નથી. એટલું જ નહીં પણ પીક અવર્સ સાદી ટ્રેનને બદલે એસી ટ્રેન દોડાવવાનો રેલવે પ્રશાસનનો નિર્ણય ખોટો છે. તેમણે તાત્કાલિક ધોરણે એસી લોકલને બદલે ફરી સામાન્ય લોકલ જ દોડાવવી જોઈએ. જો રેલવે પ્રશાસને(Railway Administration) પોતાનો નિર્ણય બદલ્યો નહીં તો મારે રેલવે મિનિસ્ટરના(Railway Minister) દરવાજા ખટખટાવવા પડશે.

આ સમાચાર પણ વાંચો : બુલેટ પાટે ચઢી- અંડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે સોનાની લગડી ગણાતી અહીંની જમીન કેન્દ્ર સરકારને હવાલે

અહીં ઉલ્લેખનીય છે આ અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ હાઉસિંગ મિનિસ્ટર(Former Housing Minister) અને થાણેના ધારાસભ્ય(Thane MLA) જિતેન્દ્ર આવ્હાડ(Jitendra Awhad) અનેક વખત એસી લોકલ સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે અને તેમણે જ સામાન્ય નાગરિકોને એસી લોકલને કારણે થઈ રહેલી તકલીફ બાબતે શરદ પવારનું ધ્યાન દોર્યું હોવાનું માનવામા આવે છે.
 

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version