ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
મુંબઈ શહેરમાં દરેક વોર્ડમાં એક વેક્સીનેશન સેન્ટર હશે તેવી મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત હજી ચરિતાર્થ થઈ હોય તેવું લાગતું નથી. મુંબઈ શહેરના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં એકથી વધુ વેક્સીનેશન સેન્ટર છે. જેને કારણે ત્યાંના સ્થાનિક નાગરિકોને આસાની રહે છે. ઉદાહરણ તરીકે કોલાબા અને કફ પરેડ વિસ્તારમાં એકે વેક્સીનેશન સેન્ટર નથી. જ્યારે કે તેનાથી નજીક મુંબઈ સેન્ટ્રલ માં એક સાથે ચાર થી વધુ વેક્સીનેશન સેન્ટર છે.
ભાજપના વધુ એક સાંસદ નું કોરોનાને કારણે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
આ જ પ્રમાણે બોરીવલી કાંદિવલી અને મલાડ તેમજ ગોરેગાંવ વિસ્તારમાં સરકારી વેક્સિનેશન સેન્ટર છોડીને પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર દેખાતા નથી. જ્યારે વરલી અને દાદર વિસ્તારમાં અનેક વેક્સીનેશન સેન્ટર છે.
તો શું મુંબઈ મહાનગરપાલિકા શિવસેના અને ભાજપ વચ્ચે ભેદભાવ કરી રહી છે?