Site icon

વેપારીઓને રાહત- મુંબઈમાં દુકાનો પર મરાઠી બોર્ડ લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ 

News Continuous Bureau | Mumbai

હાલ મુંબઈની તમામ દુકાનો પર બોલ્ડ અક્ષરોમાં(bold letters) મરાઠી સાઈનબોર્ડ(Marathi Signboard) લગાવવાનો મામલો ગરમાયો છે. દરમિયાન મુંબઈમાં દુકાનો અને વિવિધ સંસ્થાઓના મરાઠી બોર્ડ(Marathi Board) લગાવવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આગામી સુનાવણી સુધી મરાઠી ભાષામાં(Marathi language) સાઈનબોર્ડ ન હોય તેવી દુકાનોના દુકાનદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. 

Join Our WhatsApp Community

ન્યુઝ કન્ટિન્યુઝ સાથેના સંવાદમાં ફેડરેશન ઓફ ટ્રેડર્સ વેલ્ફેરના પ્રમુખ વિરેન શાહના (Federation of Traders Welfare President Viren Shah) જણાવ્યા અનુસાર જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ હૃષિકેશ રોયે મુંબઈમાં દુકાનો પર મરાઠી ભાષામાં બોર્ડ લગાવવા પર સ્ટે મૂકી દીધો છે. આ કેસમાં વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણ(Senior Advocate Gopal Sankaranarayana), મોહિની પ્રિયાએ(Mohini Priya) કોર્ટમાં વેપારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી 18મી ડિસેમ્બરે થશે. તે મુજબ હાલ પાલિકા આ મામલે કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. કોર્ટના નિર્ણયથી મુંબઈના દુકાનદારો અને વેપારીઓને રાહત મળી હોવાનું માનવામાં આવે છે.  

હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Govt) દરમિયાન, પાલિકાએ નિર્ણય લીધો હતો કે વિસ્તારમાં તમામ દુકાન સંસ્થાઓએ તેમના સાઈનબોર્ડ મરાઠીમાં હોવા જોઈએ. જે બાદ વેપારી સંગઠનોએ મુંબઈ મહાનગરપાલિકા(BMC) પાસે થોડા દિવસનો સમય માંગ્યો હતો. જે બાદ મુંબઈ મહાનગરપાલિકાએ પણ દુકાન માલિકોને ત્રણ મહિનાની સમયમર્યાદા આપી હતી. પરંતુ આ દરમિયાન ફેડરેશન ઓફ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશને આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.  
 
મુંબઈ મહાનગરપાલિકાએ દુકાનો માટે મરાઠી સાઈનબોર્ડ કરવા માટે ત્રણ વખત સમયમર્યાદા આપી હતી. મુંબઈની સાડા ચાર લાખ દુકાનોમાંથી 50 ટકા દુકાનો પર નિયમ પ્રમાણે બોલ્ડ અક્ષરોમાં મરાઠીમાં સાઈનબોર્ડ લગાવ્યા હતા

મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version