News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલ્વેએ(Western Railway) પ્રવાસીઓની(Commuters) સુવિધા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને મુંબઈ ઉપનગરીય વિભાગમાં(Mumbai Suburban Division) દાદર સ્ટેશન(Dadar Station) પર નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) ખુલ્લો મુકયો છે. લગભગ આઠ કરોડ રૂપિયા ખર્ચે બાંધવામાં આવેલા નવા FOBને કારણે પીક અવર્સમાં થતી ભીડને કારણે પ્રવાસીઓને રાહત થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, દાદર સ્ટેશનના(Dadar station) દક્ષિણ છેડે આ નવું FOB પ્રવાસીઓ માટે રવિવાર 26 સપ્ટેમ્બરના ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. છે. આ FOB 58 મીટર લાંબો અને 8 મીટર પહોળો છે. તેના બાંધકામ(Construction) પાછળ 8 કરોડ રૂ.નો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : માંસાહારની જાહેરાત બંધ કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી- કોર્ટે અરજદારોને આપી આ સલાહ
આ FOB વેસ્ટર્ન રેલવેના પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 5 સાથે જોડાયેલો છે. તેમ જ રેલવે મુસાફરોને(Railway passengers) મુંબઈ ઉપનગરીય વિભાગના સૌથી વ્યસ્ત ઉપનગરીય સ્ટેશનોમાંથી એક પર પ્લેટફોર્મ સરળતાથી બદલવાની સુવિધા આપશે. આ નવા FOB સાથે જ હવે દાદર સ્ટેશન પર 8 FOB થઈ ગયા છે. દાદર સ્ટેશન પર રોજ દરરોજ એક લાખથી વધુ મુસાફરો આ FOBનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.
