Site icon

રસ્તા પર દોડતી રિક્ષા અચાનક રેલવે પ્લેટફોર્મ પર ઘૂસી આવી- ટ્રેનની જગ્યાએ રિક્ષા જોઈ પેસેન્જરો રહી ગયા દંગ- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન રેલવે(Indian Railway)નું નેટવર્ક દેશના ખૂણે ખૂણે ફેલાયેલુ છે. તે હજારો યાત્રીઓને રોજ તેમના ગંતવ્ય સુધી પહોંચાડે છે. આ જ ઇન્ડિયન રેલવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર અપલોડ થતા હોય છે. રેલવે લોકોના જીવનનો એક મુખ્ય ભાગ પણ છે, તેથી ઇન્ડિયન રેલવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(viral) પણ થતા હોય છે.

Join Our WhatsApp Community

 દરમિયાન હાલ રેલવે સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  જોઈ શકાય છે કે એક રિક્ષા(Auto Rikshaw) રેલવે પ્લેટફોર્મ પર દોડી રહી છે. રેલવે યાત્રીઓ રસ્તા પર દોડતી રિક્ષાને પ્લેટફોર્મ પર જોઈને દંગ રહી જાય છે. 

 

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક, રેલવે પ્લેટફોર્મ (Railway platform) પર રિક્ષા દોડાવી રહ્યો છે. તે દરમિયાન કેટલાક લોકો તેને અટકાવે પણ છે. તેની સાથે વાતચીત કરીને તેઓ તે રિક્ષા ચાલક(Rikshaw driver)ને પ્લેટફોર્મથી દૂર જવા કહે છે પણ તે રિક્ષા ચાલક માનતો નથી. કેટલાક લોકો જાતે જ તે રિક્ષાને બહાર લઈ જવાનો પ્રયત્ન પણ કરે છે.

આ સમાચાર પણ વાંચો : ચોંકાવનારી ઘટના- ઓટો ડ્રાઈવરે કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી- બળજબરીપૂર્વક હાથ પકડીને 500 મીટર સુધી ખેંચી ગયો – જુઓ વિડીયો 

કહેવામાં આવી રહ્યું છે આ વાયરલ વીડિયો મુંબઈ(mumbai)ના કુર્લા રેલવે સ્ટેશન(Kurla Railway Station) પ્લેટફોર્મનો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોલીસ ફોર્સ(RPF)ને પણ ટેગ કર્યા, જેના પછી RPF અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ RPFએ ટ્વીટ દ્વારા માહિતી આપી કે, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને લોકલ ટ્રેન પ્લેટફોર્મ પર ઓટો રિક્ષા ચલાવવા બદલ રેલવે એક્ટની સંબંધિત કલમો હેઠળ સજા કરવામાં આવી છે.

 

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version