Site icon

હદ થઈ ગઈ- જમીન હડપનારાઓ હવે દરિયા પર પણ અતિક્રમણ કરવા માંડ્યું- મુંબઈના દરિયા કિનારા પર ગેરકાયદે ઊભા થયાં ઝૂંપડાં

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સરકારની બેદરકારીને કારણે મુંબઈના(mumbai) અનેક વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ(Illegal encroachment) થઈને જમીન હડપી લેવામાં આવી છે. હવે અતિક્રમણખોરોએ(Invaders) દરિયાને(sea) પણ બાકાત રાખ્યો નથી. મુંબઈના શિવડીમાં(Shivdi) દરિયા પર અતિક્રમણ કરીને તેના પર ઝૂંપડાં ઊભા કરી નાખવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી.

મુંબઈ પર 14 વર્ષ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશેલા આતંકવાદીઓ(Terrorists) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મુંબઈ સહિત રાજ્યના દરિયાકિનારાને સુરક્ષિત કરવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે આવા હુમલાની કોઈ પુનરાવૃત્તિ અટકાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુંબઈના મહત્વના બંદરોમાંના એક શિવડી ખાતેના કૌલા બંદર(Kaula port) પર સમુદ્રનું અતિક્રમણ(Sea encroachment) કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ દરિયાની નીચે લાકડાના વાંસ બાંધ્યા છે અને તેના પર ઝૂંપડાઓ બાંધ્યા છે, જે પરપ્રાંતીય  મજૂરોને વેચવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : રસ્તા પર ખાડા દેખાય છે- તો કરો આ ટોલ ફ્રી નંબર પર ફોન- 48 કલાકમાં ખાડા પૂરવાનો BMC અને MMRDAનો દાવો

આ ઝૂંપડાઓમાં વીજળી અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઝૂંપડીઓ દરિયાની ચારેય બાજુએ વાંસની હારમાળાથી બાંધવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે તે સલામતીની સાથે સાથે પર્યાવરણની(environment) દૃષ્ટિએ પણ ખૂબ જ ખતરનાક છે. જ્યારે સ્થાનિક સુરક્ષા સંસ્થા(Local security organization), મુંબઈ પોલીસે(Mumbai Police) આ જમીન મુંબઈ પોર્ટ ટ્રસ્ટની(Mumbai Port Trust)  હોઈ ઝૂંપડાઓ હટાવવાનું તેમનું કામ છે કહીને હાથ ઉપર કરી દીધા હતા.
 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version