ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોના મહામારી ખતમ થવાને આરે છે, પરંતુ કોરોના વાયરસ મુંબઈ શહેરની સરખામણીએ પરામાં વધુ સક્રિય છે. જે ચિંતાજનક વાત છે. BMCના આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં ઉપનગરમાં કોવિડના ઘણા સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઓછી છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર ઓસરી ગયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. હાલમાં મુંબઈમાં 250થી 350 નવા કોવિડ દર્દીઓ મળી રહ્યા છે. આમ તો કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ હજુ પણ પરામાં કોરોના ઘણા સક્રિય દર્દીઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પરામાં સૌથી વધુ 314 સક્રિય દર્દીઓ અંધેરી વેસ્ટમાં છે. ત્યારબાદ બાંદ્રામાં 214, અંધેરી પૂર્વમાં 196, બોરીવલીમાં 191 અને પછી શહેરના ફક્ત ગ્રાન્ટ રોડ વિસ્તારમાં 172 છે. મુંબઈમાં બુધવાર સુધીમાં 2812 સક્રિય દર્દીઓ હતા, જેમાંથી 1087 સક્રિય દર્દીઓ ઉપરોક્ત 5 વિસ્તારોમાં છે. આ આંકડા દર્શાવે છે કે કોરોનાથી હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે.
ભારતને મળશે પોતાની જ ક્રિપ્ટોકરન્સી, RBIએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગતે
BMCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે મીડિયાને જણાવ્યું હતું કે પરામાં વસ્તી શહેર કરતાં ઘણી વધારે છે. તેથી, ત્યાં દર્દીઓની સંખ્યા પણ વધુ છે. તેમાં કેટલાક લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો નથી. કેટલાકની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે કારણ કે તેઓ પહેલેથી ઘણા રોગો સામે લડી રહ્યા છે. આ જ કારણ છે કે કેટલાક લોકો હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે.
મુંબઈમાં બુધવાર સુધીમાં 2821 એક્ટિવ દર્દીઓ હતા. સારી વાત એ છે કે તેમાંથી 1523 એટલે કે 54 ટકા દર્દીઓ એસિમ્પટમેટિક છે. જ્યારે 1043 દર્દીઓમાં રોગના લક્ષણો છે. બાકીના 255 દર્દીઓની હાલત નાજુક છે.